બીજી સપ્ટેમ્બર સુધી 1લાખ 41 હજાર બાળકો ના ટાાર્ગેટ સામે હાલ નેવું હજાર જેવો લક્ષયાંક પૂર્ણ
શરૂઆત માં અમુક ખોટી અફવાઓ અને જાગૃતિ ના અભાવે રસીકરણ ધીીમું ચાલ્યું પરંતુ હાલ જાગૃતિ આવતા એક દિવસ માં પાંચ હજાર જેવું રસીકરણ

રસીકરણ નીી જાગ્રુતિ માટે નવતર પ્રયોગ, જાગ્રુતિ માટે વાઘેથા ગામમા રેલી કાઢતા પ્રથમ રાઉન્ડ મા માત્રા 17 % રસીકરણ થયું હતું તે રેલી બાદ 73 % પર પહોંચ્યું.

રાજપીપળા : હાલ આખા ગુજરાત માં ઓરી રુબેલ રસીકરણ અભિયાન શરૂ થયું છે ત્યારે નર્મમદા જિલ્લા માં 1.41લાખ ના ટાર્ગેટ સામે હાલ 90 હજાર રસીકરણ થઈ જતા આરોગ્ય વિભાગ ટાર્ગેટ પૂરો કરવા ના તમામ પ્રયાસો કરે છે જેમાં જાગૃતિ માટે નાના ગામો માં રેલી સહીત અન્ય કાર્યક્રમો કરતા રોજના ચાર થી પાંચ હજાર બાળકો નું રસીકરણ થઈ રહ્યું છે જોકે 1 લાખ 41 હજાર નો ટાર્ગેટ બીજી ઓક્ટોબરે પૂરો કરવાની વાત હતી પરંતુ ખોટી અફવા ના કારણે અમુક વાલીઓ માં ગેરસમજ ઉભી થતા શરૂઆત ધીમી થઈ હતી જે હાલ પુરજોશ માં ચાલતા ટાર્ગેટ પૂરો કરાય એવી સંભાવના છે અને હાલ ખાનગી હોસ્પિટલ ના ડોક્ટરો ને પણ આ ઇન્જેકસન આપી વિના મુલ્યે રસી આપવા એમાં સામેલ કરાતા અમુક વાલીઓ ત્યાં પણ રસીકરણ કરાવશે એમ નર્મદા આરોગ્ય અધિકારી પટેલે જણાવ્યું હતું
વાલીઓની અમુક ગેરસમજ અને શાળાઓ માં રજાઓ ના કારણે શરૂઆત ધીમી હતી છતાં ટાર્ગેટ પૂરો કરવા પ્રયાસ ચાલુ છે અને ખાનગી દવાખાનામાં બાળકોના ડોક્ટરો ને પણ આ અભિયાન માં સામેલ કરી એમને રસી માટેના ઇન્જેકશનો આપી વિનામૂલ્યે રસીકરણ કરવા તૈયાર કરતા અમારો ટાર્ગેટ પૂરો કરવા અમારી ટિમો અને શાળા ના શિક્ષકો ના સહકારથી અમે ટાર્ગેટ પૂરો કરવા પ્રયાસ કરી રહ્યા છે એમ નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી કે પી પટેલે જણાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





