સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં દારૂ-ગોળા રાખવા પરમિશન ન આપવા રજુઆત.

0
25

રાજપીપળા : નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ પર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.આ બન્ને અતિ મહત્વના સ્થળની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.તો આ વિસ્તારની આસપાસ દારૂ-ગોળા રાખવાની પરમિશન ન આપવા ગરુડેશ્વર તાલુકાના જાગૃત નાગરિક પરેશ સુમનભાઈ તડવીએ નર્મદા કલેકટરને લેખિત રજુઆત કરી છે.

પોતાની રજુઆતમાં જણાવ્યું છે નાંદોદ તાલુકાના વાવડી ગામે સર્વે નંબર 426માં સોનગઢ ગામના આર.આર. એન્ટરપ્રાઇઝ મારફતે આપની કચેરીમાં દારૂ-ગોળા રાખવા માટેના ગોડાઉન માટેની પરમિશનની માંગણી કરાઈ છે. વાવડીની આસપાસ કરજણ ડેમ,નર્મદા ડેમ આવેલો છે જેની સુરક્ષાની દ્રષ્ટિએ આ ગોડાઉનની મંજૂરી આપવી એ જીવતા બૉમ્બ સમાન છે.બીજું કે એ વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આવેલું છે. આ ત્રણ અતિ મહત્વના સ્થળોની મુલાકાત લેવા રોજે રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.જો વાવડીમાં દારૂ-ગોળા રાખવા માટેની પરમિશન આપવામાં આવે તો એ પ્રવાસીઓ,ગુજરાત તથા આ ત્રણ મહત્વના સ્થળો માટે જોખમરૂપ સાબિત થાય એમ છે.પરમિશન જો અપાશે તો તમામ નીતિ નિયમો પણ નેવે મુકાશે. તો એ ત્રણ મહત્વના સ્થળો અને આસપાસના લોકો તથા આવનારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દારૂ-ગોળાની પરમિશન ન અપાય એવી મારી આપને નમ્ર અરજ છે.આ ગોડાઉનની મંજૂરી આપતા પેહલા નિયમો અને સુરક્ષાના તમામ પાસાઓ તપાસ કરવામાં આવે.હાલ માં જ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે તંત્ર દ્વારા એ વિસ્તારની ક્વોરીઓને પણ નોટિસ અપાઈ હોવાનું મારા ધ્યાને આવ્યું છે.તો દારૂ-ગોળાના ગોડાઉનની પરમિશન ન આપી આપ આસપાસ ના લોકો અને મહત્વ ના સ્થળની સુરક્ષા વિશે વિચારશો એવી મારી જાગૃત નાગરિક તરીકેની અરજ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY