કાલે સાંજે ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે ઝુંબેશ યોજાશે
સુરત, તા.૨૮
અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો અને પાણી બચાવો-જીવન બચાવો વિષય પર તા.૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે ૧૫મી ઓગષ્ટના રોજ ધ્વજવંદન વિધિ બાદ સમાપ્ત થશે. આ જનજાગૃતિ અભિયાન દરમ્યાન એક લાખ જેટલા લોકોને વોટ્સએપ અને ફેસબુક દ્વારા સંદેશાઓ આપવામાં આવશે. દર શનિવારે સાંજે ૬ થી ૭ કલાક દરમ્યાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ લોકોને જાગૃત કરવાની કામગીરી તથા શાળા કોલેજામાં વિદ્યાર્થીઅોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત સુરત મહાનગરપાલિકાના સહયોગથી જાહેર જનતાને વિના મૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમની શરૂઆત તા.૫મી જૂનથી કરવામાં આવેલ છે. ત્યારબાદ રેલવે સ્ટેશન પાસે અને કતારગામ મેન રોડ પર જનજાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું.
આગામી તા.૨૯-૬-૨૦૧૯ને શનિવારે સાંજે ૬ થી ૭ કલાક દરમ્યાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ચોકબજાર સુરત ખાતે જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે. આ સાથે સુરત મહાનગરપાલિકાના સહયોગથી અરેકા પામના રોપાનું વિતરણ કરવામાં આવશે. જે શહેરીજનો કુંડામાં પણ રોપી શકશે. જેમાંથી ૨૪ કલાક ઓક્સિજન મળી શકે છે. જાહેર જનતાને આનો લાભ લેવા માટે સેવાદળ તરફથી અપીલ કરવામાં આવી છે.
ત્યારબાદ તા.૧લી જુલાઈના રોજ ડી.ડી. રાદડીયા હાઈસ્કૂલ કતારગામ સુરત ખાતે સેવાદળના બે વીર શહીદ વસંત અને રજબની યાદમાં વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમો સફળતા પૂર્વક રીતે કરવા માટે કાઉન્સિલના પ્રમુખ પ્રભુદાસ ટી. પટેલ, ઉપપ્રમુખ ધીરૂભાઈ સોનારીયાવાલા, જિલ્લાધિનાયક મોહંમદ ઈકબાલ શેખ, સંગઠક એલ.ડી. પાલડીયા, આબીદ સૈયદ, પાલજીભાઈ કાનપરીયા, દેવશીભાઈ શીંગાળા, રામસાગર પાઠળ, સૈયદભાઈ, ભાલચંદ્રભાઈ યાદવ, સુરેશભાઈ ભટ્ટી, કુ.ફાલ્ગુની મહેતા, શીરીનબાનુ પઠાણ, દક્ષાબેન ભાવસાર, છગનભાઈ નાકરાણી, દેવાંગ જાષી, ધરમશીભાઈ ભુવા, દિનેશભાઈ રાણા, જમનભાઈ ઠેસીયા, પ્રફુલ્લબાઈ ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી રહ્ના છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


