તોરબાજમાં સેક્સી નરગીસ મુખ્ય રોલમાં રહેશે : રિપોર્ટ

0
31

મુંબઇ,તા. ૧૩
સેક્સી સ્ટાર નરગીસ સલમાન ખાન સાથે રેસ-૩ ફિલ્મમાં પણ ખાસ રોલ કરી રહી છે. તે પહેલા તે સલમાનની સાથે કિકમાં આઇટમ સોંગ કરીને રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. આ વખતે ફરી તે લોકપ્રિયતા મેળવી શકે છે. તેને હવે એક મોટી મહત્વકાંક્ષી ફિલ્મ હાથ લાગી છે. આ ફિલ્મમાં તે સંજયદત્તની સાથે નજરે પડનાર છે. તોરબાજ નામની આ ફિલ્મ અફઘાનિસ્તાનના ચાઇલ્ડ સુસાઇડ બોમ્બરો પર આધારિત છે. આ બાળકોને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને ત્યારબાદ બાળકો આત્મઘાતી બોમ્બર તરીકે હુમલા કરે છે. ફિલ્મમાં સંજય દત્ત આર્મી ઓફિસર તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. ગિરિશ મલિક દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે.નરગીસ આવનારી પોતાની ફિલ્મોને લઇને આશાવાદી છે. તેને સારી અને મોટા બજેટની ફિલ્મ હાથ લાગી છે. નરગીસને સંજય દત્ત સાથે ફિલ્મ હાથ લાગી છે. તોરબાજ નામની ફિલ્મ મળતા તે યાદગાર રોલ કરવા માટે તૈયાર છે. તે બોલિવુડમાં સેક્સી છાપ ધરાવે છે. તે બોલિવુડમાં એક નવી ઇનિગ્સ શરૂ કરવા જઇ રહી છે. ફિલ્મમાં નરગીસ એક એનજીઓ વર્કર આયશાની ભૂમિકા અદા કરનાર છે. અફઘાનિસ્તાનમાં રેફ્યુજી કેમ્પમાં રહેતા બાળકોની કાળજી લેતી તે ફિલ્મમાં નજરે પડશે. ફિલ્મને ગિરિશ મલિક નિર્દેશન કરી રહ્યા છે. આ પહેલા ગિરિશે વર્ષ ૨૦૧૪માં જળ ફિલ્મ બનાવી હતી. તેમની આ ફિલ્મે સ્પેશિયલ ઇફેક્ટ્‌સ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો. એમ કહેવામાં આવી રહ્યુ છે કે તોરબાજ પર ગિરિશ છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે. ફિલ્મના સહ નિર્માતા રાહુલ મિત્રાએ કહ્યુ છે કે નરગીસ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ કરી રહી છે. આના માટે તે લોસ એન્જલસમાં પશ્તો અને ડારી લૈગ્વેઝ શીખી રહી છે. ફિલ્મમાં તે બન્ને ભાષામાં વાત કરતી નજરે પડનાર છે. તે પ્રોજેકટોને લઇને આશાવાદી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY