મુંબઇ,તા.૬
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હંમેશા ચર્ચામાં રહે છે. પણ હવે તેમણે કંઇક તેવું કર્યું છે કે તે ટિકટોક પર પણ છવાઇ ગયા છે. હાલમાં જ રણવીર સિંહનો એક રસપ્રદ વીડિયો બહાર આવ્યો છે. જેમાં રણવીર એક સુંદર મહિલા સાથે નજરે પડ્યા હતા. આ વીડિયો ટીક ટોક પર તાબડતોડ વાયરલ થઇ રહ્યો છે. કહેવાય છે કે આ વીડિયો કોઇ લગ્ન સમારંભનો છે. જ્યાં રણવીર સિંહ પરફોર્મન્સ આપવા માટે પહોંચ્યા હતા. તે લગ્ન દરમિયાન જ એક મહિલા રણવીરને મળી. અને પોતાની સાથે ફોટો પાડવા માટે કહ્યું. ત્યારે રણવીર મહિલાને ભાભી કહી સંબોધન કર્યું અને બસ મહિલાએ બૂમબરાડા પાડ્યા.
ટિક ટોક પર આ વીડિયો ગુનીત વિરદી નામની મહિલાએ શેર કર્યા છે. આ મહિલા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ હોવાની જાણવા મળ્યું છે. આ મહિલાને રણવીર સિંહ ભાભી કહીને બોલાવે છે. મહિલાએ વીડિયો શેયર કરતા કહ્યું કે જ્યારે રણવીર તમને ભાભી બોલાવે ત્યારે દિલના અરમાન આંસુ બની વહી ગયા!’ આ વીડિયોને અત્યાર સુધી હજાર લાઇક્સ અને કમેન્ટ મળી છે. વળી આ વીડિયોમાં રણવીર પર અલગ જ અંદાજમાં નજરે પડી રહ્યા છે. રણવીર આ મહિલાને ભાભી કહીને કેમ બોલાવી રહ્યા છે તે અંગે તો જાણકારી નથી મળી પણ તે વાત તો નક્કી છે કે રણવીર આ મહિલાને સારી રીતે ઓળખે છે.ગુનીત વિરદીને રણવીર સિંહ દિલ્હીમાં કોઇ લગ્ન સમયે મળ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



