જંગલમાં પ્રાણીઓ ના શિકાર કરવા આ બંદૂકનો ઉપયોગ કરતા હોવાની પોલીસ સમક્ષ શિકારીઓ ની કબૂલાત
રાજપીપળા : નાંદોદ તાલુકાના ઓરી,સિસોદ્રા,કાંદરોજ અને નિકોલી ગામના જંગલ માં દેશી હાથ બનાવટની 2 નંગ સિંગલ બેરલ બંધુક સાથે 45 ગ્રામ દારૂખાનું,4 સુતળી બૉમ્બ,30 નાના છરા,7 મોટા છરા સાથે નર્મદા પોલીસે 6 શિકારીઓ ની ધરપકડ કરી હતી જયારે 3 જેટલા ફરાર થઇ ગયા હતા.
આમલેથા પોલીસે જેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોય ત્યારે દઢવાળા ના વિનોદ સેવણીયા વસાવા , કનુ કાલીદાસ વસાવા, સુરેશ રૂપસિંગ વસાવા, વસંત મનસુખ વસાવા, ગાડીત ના મહેશ શામળ વસવા, શંકર પોના વસાવા,આ 6 પોલીસે ઝડપી પાડ્યા હોય તેમને રાજપીપળા કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આ છ ની તપાસ માટે 2 દિવસ ના રિમાન્ડ આપ્યા છે. પોલીસ હવે ફરાર દઢવાડા ના સંજય રૂપજી વસાવા, ભરત રૂપજી વસાવા, અને કાકડાવા ના ઇશ્વર ચીબા વસાવા ની શોધખોળ પણ કરી રહી છે.
આ બાબતે તપાસ કરતા પીએસઆઇ આમલેથા એમ.બી.વસાવા એ જણાવ્યું હતું કે આ 6 શખ્સો એ આ સામાન જંગલ માં શિકાર કરવા વસાવ્યા હોવાની કબૂલાત કરી છે હવે ખાસ કયા પક્ષી પ્રાણી ની હત્યા કરી છ જેની તપાસ ચાલુ છે. આ સાથે તેમની પાસેથી ઝડપાયેલ મુદ્દામાલ ક્યાંથી લાવ્યા તે અંગેની પૂછપરછ કરવામાં આવશે.પોલીસ રિમાન્ડ બાદ અનેક માહિતી પોલીસ ને જાણવા મળશે.
◆◆ : આ જંગલ માં રોઝ, સસલા, તેતર, સહીત મોર, ઢેલ પણ રહે છે.આ લોકો રાષ્ટ્રીય પ્રાણી મોર નો પણ શિકાર કરતા હોય છે આ લોકોએ સેનો શિકાર કર્યો એની હજુ કબૂલાત કરી નથી પણ જો મોરની હત્યા કરવાનું કબૂલાત કરશે તો આ લોકો સામે રાષ્ટ્રીય પ્રાણી ની હત્યા નો ગુનો પણ નોંધાશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




