નર્મદા : એક તલાટી એક ગ્રામ પંચાયત નો નારો તલાટીઓ અને કર્મચારીઓ માં ઉઠ્યો

0
344

કયા તલાટી કયું કામ કરે જેને લઈને પ્રશ્નો સર્જાતા એક ગ્રામપંચાયત માં એક તલાટી તરીકે નિમણૂંક ની માંગ ઉઠી

કેટલાક ગામોમાં બે તલાટી ત્યારે કેટલાક તલાટીઓ પાસે બે ત્રણ ગ્રામ પંચાયત નો ચાર્જ 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં કામની વહેંચણી ના પ્રશ્નો અનેક વાર ઉદભવે છે.જેતે મામલતદાર, ટીડીઓ, ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયતો માં તલાટી કમ મંત્રી ની નિમણૂંક બરાબર ના કરતા આજે જિલ્લામાં લોકોને મુશ્કેલી પડી રહી છે દાખલો કાઢવા મહેસુલ તલાટી પાસે જાય તો એ પંચાયત તલાટી પાસે મોકલે છે અને ફસ્ટ તલાટી સેકન્ડ તલાટી માં લોકો તો ઠીક તલાટીઓ પણ અટવાય છે. જેમાં કોણે કઈ કામગીરી કરવી જેથી તલાટી એસોસિયેશ દ્વારા પણ એક ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલ જે મહેસુલી કર્મચારીઓ ની હડતાલ છે જેમાં પણ તલાટીઓ નો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. હવે જોવું રહ્યું કે આ સ્થાનિક કક્ષાનો પ્રશ્ન આધિકારી ઓ હલ કરે છે કે કેમ એ જોવું રહ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં મહેસુલી ગામ 513 જેટલા છે જેમાં 216 જેટલી ગ્રુપ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતો છે. જેમાં 100 જેટલા પંચાયત તલાટીઓ છે જ્યારે 65 જેટલા રેવન્યુ તલાટી છે. જેમાં એક ગામમાં ફસ્ટ  પંચાયત તલાટી અને રેવન્યુ તલાટી ને સેકન્ડ તલાટી તરીકે નિમણૂંકો આપવામાં આવી છે ત્યારે રેવન્યુ તલાટીઓ ને ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા 2 વર્ષ થયા પણ તેમને શું કામ કરવાનું એ ખબર પડતી નથી એવીજ રીતે  ગ્રામજનો ને કયા તલાટી પાસે મહેસુલ ભરવી અને કયા તલાટી પાસે દાખલો કઢાવો એ ખબર પડતી નથી. જેથી દરેક ગામમાં એક જ તલાટી હોય તો સમગ્ર કામગીરી એ જ કરે માટે રેવન્યુ અને પંચાયત તલાટી ની કામગીરી જેતે તલાટીને ટીડીઓએ વહેંચી દેવા જરૂરી બન્યા છે.

અત્રે ઉલ્લખનીય છે એ તાજેતરમાં જનસેવા કેન્દ્રમાંથી કટિયા, 7/12 અને 8-અ પંચાયત ઇગ્રામ માંથી મળી જાય જેથી હવે લોકોને ગામમાંથી આ કટિયા મળી જતા હોય છે જેમાં કયા તલાટીની સહી થાય કે કોણ કાઢી આપે એમ પણ મુશ્કેલી સર્જાય છે. જેથી એક તલાટી એક ગ્રામ પંચાયત નો નારો તલાટીઓ અને કર્મચારીઓ માં ઉઠ્યો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY