ગેર બંધારણીય રીતે અનુસુચિત જનજાતિ (ST)ના ખોટા પ્રમાણપત્ર મેળવતા લોકો સામે પગલાં ભરવા બીટીપી ની માંગ સાથે આવેદન

0
30

જો ફરી સરકારે ભરતી ની જેમ દબાણ વશ થઇ આ તપાસ દબાવી દીધી તો ફરી ઉગ્ર આંદોલન કરીશું ની ચીમકી પણ ઉચ્ચારી છે.

સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં થઇ રહેલા આંદોલનો ખોટા કહી મુખ્યમંત્રી, રાજ્યપાલ અને આદિજાતિ મંત્રીને સંબોધી BTP એ આપ્યું આવેદન 

રાજપીપળા : તાજેતર માં સૌરાષ્ટ્ર માં આદિજાતિના પ્રમાણ પાત્રોને લઈને આંદોલન ચાલી રહ્યું છે ત્યારે જે બાબતે અગાઉ પણ સાંસદ મનસુખ વસાવા એ મિટિંગ કરી જરૂરી સૂચના આપી હતી .હવે આ બાબતે BTP દ્વારા પણ જિલ્લા કલેક્ટર ને આવેદન આપી જણાવ્યું હતું કે ભુતકાળમાં પોરબંદર, જુનાગઢ, જામનગર વિસ્તારના કેટલાક ઇસમો ને ગેરબંધારણીય અનુસુચિત જનજાતિ (ST) નાં ખોટા પ્રમાણપત્રો આપવામાં આવેલા જેની હાલમાં ચકાસણી ચાલી રહેલ છે. વિશ્લેષણ સમિતિ દ્વારા કેટલાક મોટા પ્રમાણપત્રો રદ પણ કરવામાં આવેલ છે, વધુમાં જણાવ્યું હતું કે અમારી જાણ મુજબ ગીર,બરડો,અને આલેચના નેસ વિસ્તારમાં 1956 ની સાલમાં અંદાજે 880 પરિવારો રહેતા હતા.જેની દર વર્ષે ૨% વસ્તી વધારો ગણતા હાલની સ્થીતિએ વધીને 1076 જેટલા પરિવાર થઇ શકે અને એક પરિવારમાં સરેરાસ ૫ વ્યક્તિ ગણતા 5380 વ્યક્તિઓ અનુસુચિત જનજાતિ (ST) ના હોઈ શકે, જ્યારે સરકાર દ્વારા લાખોની સંખ્યા માં ખોટા પ્રમાણપત્રો ગેર બંધારણીય રીતે કાર્યક્રમો સમારંભો તથા મેળા ભરી-ભરીને આપવામાં આવેલા છે. તેના કારણે હાલની પરીસ્થિતિમાં હજારોની સંખ્યામાં લોકો રેલી,સરઘસો કાઢી ને ખોટા પ્રમાણપત્રો સાચા ઠેરવવા પ્રયત્નો કરી રહયા છે તથા સરકારને ગેર બંધારણીય રજુઆતો કરી રહ્યા છે.આ બાબતે અમારી વિનંતી છે કે સરકાર દબાણ ને વશ થઇ આ લોકોની તરફેણમાં અમારી વિરુદ્ધ કોઈ ખોટો નિર્ણય લેશે તો અમારે અમારા બંધારણીય હક્કોના રક્ષણ માટે આંદોલન કરવાની ફરજ પડશે જે ધ્યાને લેવા તથા ઉપરોક્ત રજૂઆત બાબતે માત્ર બંધારણીય હોય તેવાજ નિર્ણય લેવા વિનંતી કરીએ છે.

◆◆ : આ બાબતે નર્મદા કારોબારી ચેરમેન બહાદુર વસાવા એ જણાવ્યું હતું કે  અમેં ગુજરાતના સાચા અનીસુચિત જનજાતિ (ST) નાં આદિવાસી સમાજના લોકો આ બાબતે બારીકાઇ થી નજર રાખી રહ્યા છી.જો સૌરાષ્ટ્રના આ બીન આદિવાસી જે આદિવાસી ખોટા પ્રમાણ પત્ર લઇ બની ગયા છે અને સરકારી નોકરીઓમાં અમારા બાળકો નો હક્ક છે ત્યાં નોકરી કરી રહ્યા છે. તેમને પણ ત્યાંથી કાઢી જનરલ કોટા માં લો અને અમારા આદિવાસી ઓની જગ્યા ખાલી કરો એ બાબતની માંગ કરી છે. જો ફરી સરકારે ભરતી ની જેમ દબાણ વશ થઇ આ તપાસ દબાવી દીધી તો ફરી ઉગ્ર આંદોલન કરીશું ની ચીમકી પણ ઉચ્ચારી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY