સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોન્ટ્રાકટમાં કામ કરતી UDS કંપનીના કર્મચારીઓના ત્રણ મહિનાથી પગાર ન થતા હડતાલ પર

0
31

સ્ટેચ્યુ બહાર રસ્તામાં બેસી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સુત્રોચાર કરી રેગ્યુલર પગારની માંગણી કરી ત્યારે ખાનગી કંપનીઓ દ્વારા સ્થાનિક કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે…?

રાજપીપળા : નર્મદા બંધ નજીક બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 4 મહિમા મા 10 લાખ થી વધુ પ્રવાસીઓ આવ્યા છે ત્યારે સ્ટેચ્યુ ખાતે સિક્યુરિટી, ચેકીંગ, ગાર્ડનિંગ, સફાઈ, લિફ્ટ મેન, ટિકિટ ચેકીંગ સહિતની કામગીરી કરતા કર્મચારીઓ કોન્ટ્રાકટ હેઠળ ની UDS કંપની દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે આ કર્મચારીઓને ખાનગી કંપની દ્વારા અનિયમિત પગાર અપાતો હોય ગરીબ ઘરોમા રહેતા આ કર્મચારીઓના ઘરનો ચૂલો પણ સળગે તેમ નથી ત્યારે આ પગારનું કર્મચારીઓ માટે કેટલું મહત્વ છે જે જોઈ શકાય છે. આ બાબત UDS કંપની જાણતી હોવા છતાં આ કર્મચારીઓને પગાર રેગ્યુલર આપતા નથી જેથી 100 થી વધુ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી જતા હાલ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જોકે કંપની ના સત્તાધીશોને હડતાળના પગલે પગાર અપવા માટે દોડધામ કરવી પડી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY