રાજપીપળા નજીકના વડીયા ગામની સોસાયટીના રહીશો ફરી રસ્તા મામલે વિફર્યા

0
465

ખોટા આશ્વાસનો આપી અગાઉ ભૂખ હડતાલ ને સમેટી હવે ઉગ્ર આંદોલન ની ચીમકી 

કાચા માર્ગ પર આવેલી 10 જેટલી સોસાયટીઓના રહીશો એકઠા થઇ મોટી ટ્રકોની અવર જવર બંધ કરાવી, તમામ ચૂંટણી,વેરાનો બહિષ્કાર ની ચીમિકી ઉચ્ચારી

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળાને અડીને આવેલા વડીયા ગામ થી જકાત નાકા જવાના કાચા માર્ગે 10 જેટલી સોસાયટી બનાવી દેવામાં આવી છે જેમાં 200 થી વધુ પરિવારો રહે છે.ત્યાંના રસ્તા માટે અનેકવાર રજૂઆતો કરી,અચોક્કસ મુદતની હડતાલ પણ કરી,તંત્ર માં દોડધામ થઇ છતાં પણ વહીવટી તંત્રે તેનો હલ કાઢવાની જગ્યા એ રહીશોને લોલીપોપ પકડાવી મૂર્ખ બનાવ્યા હોય જેથી રહીશો અકળાયા છે. અને આ કાચા માર્ગ પર આવતી જતી મોટી ટ્રકો ની અવર જવર બંધ કરી તંત્ર સામે રણસીંગુ ફુક્યું છે આ સાથે બિલ્ડરો સામે પણ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડિયા ગામે આવેલી સોસાયટીઓ પૈકી ગેલેક્ષી હોમ, લોટસ, ભાગ્ય લક્ષ્મી, તુલસીધામ સોસાયટી, દેવ આશિશ,સહિત 10 જેટલી સોસાયટીઓ આવેલ છે. જેમાં 200 જેટલા પરિવારો રહે છે. આ સોસાયટીઓ માંથી નીકળતો કાચો અને ઉબડ ખાબડ રસ્તો ના કારણે ઘણી મુકેલીઓ પડે છે. રહીશોની વારંવાર ની રજૂઆતો,આંદોલન છતાં સરકાર ના પેટનું પાણી ન હાલતું હોય કેવડિયામાં રાતોરાત બધું બની જાય અને અહીંયા 900 મીટર લાંબો રસ્તો પણ આપી શકતા નથી જેથી અહીંયાથી અવર જવર અમે બંધ કરીશું તેવો રોષ વ્યકત કરી સાથે તમામ ચૂંટણીઓ અને વેરાઓનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી સાથે આજે ટ્રકો અટકાવી હતી.સાથે જણાવ્યું કે કોન્ટ્રાક્ટર ની પણ ફરજ બને કે અહીંના તમામ રહીશોને લાખોમાં ઘર વેચ્યું પણ રસ્તો ન બનાવી શક્યા માટે કોન્ટ્રાક્ટરો એ પણ ફ્રોડ કર્યું એમ કહી વિરોધ પ્રદર્શન કરી ફરી આંદોલનનું રણસીંગુ ફુકી જાહેર રોડ પર ઉતરી રહીશોએ વિરોધ પ્રદર્શન કરી ટ્રકોને રોકી હવે થી મોટી ટ્રકો ની અવરજવર બંધ કરવાનું નક્કી કર્યું છે. હવે એ જોવું રહ્યું કે ક્યારે આ રસ્તો બનશે અને આ લોકોની સમસ્યા નો ક્યારે અંત આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY