દેશમાં ઠંડીનો હાહાકાર : દિલ્હી સહિત ૬ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર

0
358

ન્યુ દિલ્હી,તા.૨૯
ઉત્તર ભારતના અનેક હિસ્સામાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં લોકોને ઠંડીના કારણે ઘરથી બહાર જવું મુશ્કેલ બની રહ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સરકારી અને બિન-સરકારી સ્કૂલોને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવી છે. સાથોસાથ ઘેરા ધુમ્મસને કારણે હવાઈ, રેલ અને માર્ગ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. બીજી તરફ, દિલ્હીના સફદરગંજમાં રવિવાર સવારે ૭ વાગ્યાનું તાપમાન ૩.૬ ડિગ્રી રેકાર્ડ થયું છે, જ્યારે મહત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. આ વચ્ચે, હવામાન વિભાગે રવિવારે માટે પંજાબ , હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે રેડ વૉનિંગ જાહેર કરી છે. હવામાન વિભાગે હવામાન અત્યંત ખરાબ થવાનું અનુમાન લગાવ્યું છે. બીજી તરફ, મધ્ય પ્રદેશ માટે યલો વૉર્િંનગ જાહેર કરી છે.
ઠંડી દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યું છે. શનિવારે તો માત્ર આ સીઝનની જ સૌથી વધુ ઠંડી પડી નતી પરંતુ ૧૯૯૨ બાદ પારો આટલો નીચે આવ્યો. દિલ્હીનું ન્યૂનતમ તાપમાન ૨.૪ ડિગ્રી પર પહોંચી ગયું જો કે સામાન્ય કરતાં ૫ ડિગ્રી ઓછું છે. એવામાં તમને પ્રશ્ન થશે કે આ શીત લહેરથી રાહત કયારે મળશે? તો જાણી લો કે ૮મી જાન્યુઆરી સુધી કોઇ શકયતા નથી. હવામાન વિભાગે સ્પષ્ટતા કરી દીધી કે ૮ જાન્યુઆરી સુધી તાપમાન સામાન્ય કરતાં ૩ થી ૭ ડિગ્રી ઓછું બની રહેશે.
હવામાન વિભાગ મુજબ, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં શનિવારનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જતું રહ્યું હતું. લોધી રોડમાં તે ૧.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં ઠંડીએ ૧૧૮ વર્ષનો રેકોર્ડ તોડી દીધો હતો. હવામાન વિભાગનું કહેવું હતું કે શનિવાર સવારે ૮ઃ૩૦ વાગ્યે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં તાપમાન અત્યાર સુધી સૌથી ઓછું ૧.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. બીજી તરફ, સફદરગંજ એક્ન્લેવમાં ૨.૪, પાલમમાં ૩.૧ અને આયાનગર ૧.૯ ડિગ્રી તાપમાન હતું.
અનેક ટ્રેનો મોડી દોડી રહી છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં ચાર ઉડાનોને દિલ્હી એરપોર્ટથી અન્ય સ્થળો તરફ ડાઇવર્ટ કરવામાં આવી છે. રનવે પર આરવીઆર ૫૦થી ૧૭૫ મીટરની વચ્ચે રહી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY