તિલકવાડા ના સાવલી ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપ સાથે આવેદન,તપાસની માંગ

0
407

ડેપ્યુટી સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ પંચાયતના વિકાસ કામોમાં ગેરરીતિઓ થઈ હોવા અંગેના આક્ષેપ કરી કલેક્ટરને આવેદન આપી તપાસની માંગ કરી 

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે નર્મદા કલેક્ટર ને આવેદન આપ્યું હતું.ડેપ્યુટી સરપંચની આગેવાનીમાં આપેલા આવેદન માં ગ્રામપંચાયમાં થતા વિકાસ કામોમા મોટી ગેરરીતિઓ કરી ભ્રસ્ટાચાર કરતો હોવાનો આક્ષેપ કરી કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તિલકવાડાના સાવલી ગ્રામ પંચાયત હેઠળ થયેલા વિકાસના વિવિધ કામોમાં ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનો આક્ષેપ સાથે આવેદનપત્ર આપતા પંથક માં ભારે હલચલ જોવા મળી હતી. જેમાં સાવલી ગામમાં કરવામાં આવેલી ગટરોમાનુ પાણી ચોવીસ કલાક રસ્તા પર વહ્યા કરે છે જેનાથી લોકો હેરાન થઈ ગયા છે. ગામની ગટરો પણ ચોકઅપ થઈ ગઈ છે.ગામમા સમુહ શૌચાલય બનાવવા માં આવ્યુ છે જેમાં લાઈટ કે પાણીની સુવિધા નથી,વર્ષ – 2010 -11ના વર્ષમાં ઇન્દિરા આવાસો બનાવવામાં આવ્યા જેની આજદિન સુધી આકારણી આપવામાં આવી નથી,સાવલી થી નજીકના ગામમા આવવા જવા માટે આજ સુધી પાકો રસ્તો બનાવવામાં આવ્યો નથી,ગામમા બનાવેલા આવાસોની કામગરી અધુરી કરવામા આવી છે, રોજગાર ગેરંટી યોજના હેઠળના લાભાર્થીઓના જોબ કાર્ડ સરપંચ પોતાની પાસે રાખે છે, ગામમાં બોર મોટર કઈ કઈ જગ્યાએ કરેલા છે,રાજીવ ભવન બનાવવા માટેની ગ્રાન્ટ કયા વાપરવામાં આવી છે.તેવી તમામ બાબતની યોગ્ય તપાસ કરાવવા સાથે ગામમાં થયેલા વિકાસના અન્ય કામોમા મોટાપાયે ભ્રષ્ટાચાર કરી ગેરરીતિ આચરવામા આવી હોય જેની પણ તપાસ કરાવવા ડેપ્યુ.સરપંચ કૈલાસબેન ભીલની આગેવાનીમાં ગ્રામજનો એ કલેક્ટરને આવેદન આપી તટસ્થ તપાસની માંગ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતા કેટલાક ભ્રષ્ટાચારિ ઓમાં ફફળાટ ફેલાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY