ન્યુ દિલ્હી,તા.૨૩
સરકાર પાંચ ગીગાહટ્ર્ઝ બેન્ડમાં વાઈફાઈ માટે લાઇસન્સિંગ માટે સ્પેક્ટ્રમ છૂટા કરવાની તૈયારીમાં છે. તેની સાથે તે ટેલિકોમ કંપનીઓ માટે ૫જી સર્વિસ પણ અંશતઃ ધોરણે મુક્ત કરશે. ૫,૧૫૦થી ૫,૨૫૦ મેગાહટ્ર્ઝના બેન્ડ, ૫,૨૫૦-૫,૩૫૦ મેગાહટ્ર્ઝ અને ૫,૭૨૫-૫૮૭૫ મેગાહટ્ર્ઝના સ્પેકટ્રમની રેન્જ માટે કોઈ પરવાનગીની જરૂર નહીં પડે.
સરકારી જાહેરનામા મુજબ ઇન્ડોર અને આઉટડોર એન્વાયર્મેન્ટ પ્રસ્થઆપિત કરવા, જાળવવા, કામ કરવા, કોઈપણ પ્રકારના વાયરલેસ ઇÂક્વપમેન્ટની માલિકી કે ડીલ કરવાના હેતુથી લો પાવર વાયરલેસ એક્સેસ સિસ્ટમ્સ માટે કોઈ મંજૂરીની જરૂર નહી પડે.
તેમા રેડિયો લોકલ એરિયા નેટવર્કનો સમાવેશ થાય છે, જે ૫૧૫૦-૫૨૫૦ મેગાહટ્ર્ઝ, ૫૨૫૦-૫૩૫૦ મેગાહટ્ર્ઝ, ૫૪૭૦-૫૭૨૫ મેગાહટ્ર્ઝ અને ૫૭૨૫-૫૮૭૫ મેગાહટ્ર્ઝના બેન્ડમાં કામ કરે છે. આ પગલાના લીધે સમગ્ર દેશમાં વાઈફાઈ સર્વિસને વેગ મળશે અને ૫જી ઇકોસિસ્ટમને પણ વેગ મળશે.
ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનના નેજા હેઠળના એપીટી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી એસએન ગુપ્તાએ જણાવ્યું હતું કે ૫.૧થી ૫.૩ ગીગાહટ્ર્ઝ અને ૫.૭થી ૫.૮ ગીગાહટ્ર્ઝને ફ્રીકવન્સી રેન્જનો સમગ્ર વિશ્વામાં વાઈફાઈ તરીકે ઉપયોગ થાય છે.
સરકારે આ બેન્ડને ડી-લાઇસન્સ કર્યા તે પ્રશંસનીય પગલું છે. ૫.૩થી ૫.૭ ગીગાહર્ટઝ માટેની ફ્રીકવન્સી રેન્જનો ઉપયોગ ૫જી સર્વિસિસ તરીકે કરી શકાય છે. ૫ ગીગાહટ્ર્ઝ સ્પેકટ્રમ ફ્રીકવન્સીનો ઉપયોગ ટૂંકી રેન્જના કમ્યુનિકેશન્સ જેવા કે એપાર્ટમેન્ટ કે શોપિંગ સેન્ટરની અંદર કવરેજ માટે કરી શકાય છે.
સરકાર ભારત નેટ હેઠળ સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં એક કરોડ વાઈફાઈ હોટસ્પોટ લાવવા આયોજન કરી રહી છે. આ સિવાય સરકાર ૫જી સર્વિસના ફિલ્ડ ટ્રાયલ્સનું પણ આયોજન ધરાવે છે, જેથી દેશમાં તેની ઇકોસિસ્ટમ તૈયાર કરી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


