રાજપીપળામાં પાંચમી અનુસૂચિ બચાવો સમિતિની સંવિધાન બચાવો રેલી

0
65

NCR,CAA અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કાયદો રદ કરી એની જગ્યાએ સ્કૂલ,કોલેજ,હોસ્પિટલ,રોજગારી અને સંવિધાનિક અધિકારો આપવા માંગ

રાજપીપળામાં સંવિધાન બચાવો રેલીને કલેકટર કચેરીમાં ન જવા દેતા પોલિસ સાથે શાબ્દિક ઘર્ષણ,કલેકટર આવેદનપત્ર લેવા નીચે આવે એવી રેલીના કાર્યકરોએ જીદ પકડતા મામલો ગરમાયો, કલેકટર ન હોવાને કારણે એમના ચિટનિશે નીચે આવી આવેદનપત્ર સ્વીકાર્યું

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : હાલ સમગ્ર દેશના NCR, CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાયદા મુદ્દે ગુજરાતમાં આદિવાસીઓ રોષે ભરાઈ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.રાજપીપળા સહિત ગુજરાતના આદિવાસી પટ્ટામાં ગુજરાત પાંચમી અનુસૂચિ બચાવો સમિતિના નેજા હેઠળ સંવિધાન બચાવો-દેશ બચાવો રેલીનું આયોજન કરાયું હતું. રાજપીપળામાં પણ મોટી સંખ્યામાં ST/SC/OBC અને માયનોરિટી સમાજના લોકોએ NRC/CAA, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકના વિરુદ્ધમાં અને આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ સરકારી નોકરીમાં નિમણુંક પામેલાની નિમણુંક રદ કરવાની માંગ સાથે ગુજરાત અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિશાળ રેલી કાઢી હતી.સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કરતા એ રેલીમાં કાર્યકરોએ ઉપરના કાયદાઓ રદ કરી એની જગ્યાએ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રોજગારી અને ભાઈચારો/સંવિધાનીક અધિકારની માંગ કરી હતી.

રાજપીપળાના માર્ગો પરથી રેલી નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવા નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી.જોકે સેવા સદન કચેરીના ગેટ બંધ કરી દેવતા રેલીમાં ઉપસ્થિત લોકોનું પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતું.અંતે રેલીને અંદર પ્રવેશવાની મંજૂરી આપતા કાર્યકરો અંદર પ્રવેશ્યા હતા અને આવેદનપત્ર લેવા કલેકટર નીચે આવે એવી જીદ પકડતા મામલો ગરમાયો હતો.રેલીમાં ઉપસ્થિત લોકોની જીદને લીધે જિલ્લા કલેકટર કચેરીમાં ન હોવાને લીધે એમના પ્રતિનિધિ તરીકે કલેકટરના ચિટનીશ આવેદનપત્ર સ્વીકારવા નીચે આવ્યા હતા.નર્મદા જિલ્લા સેવા સદન ખાતે રેલીમાં ઉપસ્થિત આદિવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા, ડો.શાંતિકર વસાવા, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા, ભરત વસાવા સહિત ઉપસ્થિત અન્ય લોકોએ અમારા પાસે કોઈ હથિયાર નથી, અમે આતંકવાદીઓ નથી, અમે કોઈને મારવા નથી આવ્યા તો કેમ ગેટ બંધ કર્યા,રાજકીય આગેવાનો જ્યારે આવેદનપત્ર આપે છે ત્યારે કેમ ગેટ ખુલ્લા રખાય છે સહિત અનેક પ્રશ્નોનો મારો ચલાવતા ચિટનિશ પણ એનો જવાબ આપી શક્યા ન હતા.અંતે આગેવાનોએ ચિટનિશ ને આવેદનપત્ર આપી આ રજુઆત ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડવા જણાવ્યું હતું.

દેશના રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલને સંબોધતા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારતીય સંવિધાન અનુચ્છેદ 244 (1) હેઠળની અનુસૂચિ 1માં એવા પ્રાવધાનો આપવામાં આદિવાસી વિસ્તાર અને અનુસૂચિત જાતીના વિકાસ માટેની ખાસ જોવાઈ અને સત્તા આપવામાં આવી છે.પેસા એક્ટ રાજ્યમાં લાગુ છે.ત્યારે NRC, CAA કાયદો કોઈ પણ રીતે લાગુ પાડી શકાય નહિ આદિવાસી વિસ્તારમાં સ્વતંત્રતા જરૂરી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળના કાયદો સ્થાનિક લોકોને નુકસાન પહોંચાડશે બેઘર કરી દેશે આ માટે આ કાયદાને રદ કરો એવી માંગ છે.સરકાર આવા નિયમો હેઠળ આદિવાસીઓનો અવાજ દબાવી દેવા માંગે છે અને જમીનો હડપી લેવા માંગે છે જેને કારણે આજે વિરોધ થઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY