ડેડીયાપાડા ના મોટી અલમાવાડી ગામે ડાકણ ના વહેમે મહિલાની પીટાઈ
રાજપીપળા : નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા માં આવેલા મોટી અમલાવાડી ગામમાં ત્રણ પૈકી મહેશ ચંપક વસાવા,મોગરાબેન મહેશ વસાવા,રતનીબેન મગન વસાવા તમામ રહે.મોટી અલમાવાડી,દેડીયાપાડા એ જેઠુબેન ચંપકભાઈ વસાવા ને તું ડાકણ છે.અને અમને હેરાન કરે છે તેવો વહેમ રાખી મોગરાબેન અને રતનીબેને પકડી રાખી લાકડાનાં ફટકાથી માથાના ભાગે મારી ઇજા પોહ્ચાડી ગુનો કરતા આ બાબતે ડેડીયાપાડા પોલીસે જેઠુબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


