ઓલ ઇન્ડિયા ડી.જી.કોન્ફરન્સ ટાણેજ બંધનું એલાન સફળ

0
355

કેવડિયા કોલોની બજાર બંધ વેપારીઓનું ગ્રામજનોને સમર્થન

રાજપીપળા : નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે 20,21,22 ઓલ ઇન્ડિયા ડિજિકોન્ફરન્સ નો પ્રારંભ થયો જેની સામે કેવડિયા સહિત 6 ગામ ના લોકો દ્વરા આ ત્રણ દિવસ બંધ નુ એલાન આપવામાં આવ્યું છે. ત્યારે પોલીસ સામે મોટો પડકાર ઉભો થયો છે. વહેલી સવાર થી જ ગરુડેશ્વર અને કેવડીયા સજ્જડ બંધ રહ્યું હતુ. જેમાં ગરુડેશ્વર અને કેવડિયા પોલીસ છાવણી માં ફેરવાઈ ગયુ છે અને લગભગ 5 કિમિ દૂર થી ચેકીંગ કરવામા આવી રહ્યુ છે.આદિવાસીઓ કેવડિયા માં ન ઘૂસે એની પણ પોલીસ તકેદારી રાખી રહિ છે. જોકે બીજી બાજુ કેવડિયા માં રહેતા સ્થાનિક આગેવાનો દ્વારા ખુલ્લી દુકાનો બંધ કરવા સ્થાનિકો નીકળતા પોલીસે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

એક તરફ કેવડીયા ખાતે રાષ્ટ્રીય લેવલ ની ડી.જી.કોન્ફરન્સ યોજાઈ રહિ છે અને તે ટાણેજ આદિવાસીઓ દ્વરા પોતની પડતર માંગણીઓ ને લઈ સરકાર સામે બાયો ચડાવી છે અને જયાં ડી.જી. કોન્ફરન્સ છે તે નર્મદા જિલ્લા ના ગરૂડેશ્વર તાલુકા માંજ ત્રણ દિવસ બંધ નુ એલાન આપ્યુ હતું જેમાં પ્રથમ દિવસેજ બજારો સજ્જડ બંધ રહેતા જેની સમગ્ર દુનિયા નોંધ લઈ રહી છે.ત્યારે આ આ ત્રણ દિવસ ના બંધ નો પણ જબ્બર પડઘો પડશે એમ લાગી રહ્યું છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY