સ્ટેચ્યુ ઑફ યુનિટીન મુલાકાત લઇ આનંદ વ્યક્ત કરતા કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંઘ
રાજપીપળાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લઇ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંધે સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિભાના દર્શન કર્યા હતા.
કેવડિયા ખાતે આયોજિત રાષ્ટ્રીય ડી.જી.પી./આઇ.જી.પી. કોન્ફરન્સમાં પધારેલા કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંધનું કેવડિયા સ્થિત હેલીપેડ ખાતે નર્મદા કલેક્ટર આર.એસ.નિનામા સહિતના ઉચ્ચાધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદ મંત્રીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીની જાત મુલાકાત લઇ, પ્રદર્શન કક્ષ સહિત વ્યૂઇંગ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. ત્યાંથી સરદાર સરાવર ડેમ સહિત નર્મદા મૈયા, અને પહાડોની હારમાળા, વેલી ઑફ ફલાવર્સનો સુંદર નજારો નિહાળી આનંદ વ્યકત કર્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




