નાંદોદના ટીમ્બી ગામે યુવાને જાતીય સતામણી કરતા યુવતીએ આપી પોલીસ ફરિયાદ
રાજપીપળા : નાંદોદ તાલુકાના ટીમ્બી ગામમાં ગતરોજ એક યુવતી સાથે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીી ની છેડતી કરતા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ટીમ્બી ગામમાં રહેતી સ્નેહલબેન પ્રવિણભાઇ વસાવા પ્રતાપનગર ગામે પાણીપુરીની લારી ઉપર પાણી પુરી ખાવા માટે ગયેલ તે વખતે શશીકાંન્ત નટવરભાઇ વસાવા રહે.નવાપરા તા.નાંદોદ એ ફરીયાદીના નાના ભાઇના મોબાઇલ ફોન ઉપર ફરીયાદીનેબેનને કહેલ કે મારે તને મળવું છે તુ રસ્તામાં મળ તેવું કહેતા ફરીયાદીએ ના પાડી હું મારા પપ્પાને કહી દઇશ તેમ કહી ફોન કાપી નાખી સાહેદ ક્રુષાંક તથા સાહીલભાઇ સાથે એક્ટીવા ગાડી ઉપર બેસી ઘરે જતા હતા તે વખતે ભાવેશ ભરતભાઇ વસાવાએ તેની મો.સા. ઉપર નિર્મલ સુરમભાઇ વસાવા તથા શશીકાંન્તભાઇ નટવરભાઇ વસાવાને બેસાડી ફરીયાદીની એક્ટીવા ગાડીની ઓવરટેક કરી, એક્ટીવા ગાડી ઉભી રાખી,ફરીયાદીનો હાથ પકડી ગાડી ઉપરથી ઉતર તેમ કહેતા ફરિયાદી ગાડી ઉપરથી ઉતરેલ નહિં અને તેણે બંન્ને હાથેથી પકડી ફરિયાદીબેનને એક્ટીવા ગાડી ઉપરથી નીચે ખેંચી પાડી દીધી જેથી ફરી.એ તેને કહેલ કે મારો હાથ છોડી દે નહિ તો હુ મારા પપ્પાને કહી દઇશ તેવું કહેતા તે કહેવા લાગેલ કે હું જેલમાં રહીને આવેલ છું અને હું કોઇના થી બીતો નથી તેમ કહી ફરીયાદી સાથે પ્રેમ કરવાના ઇરાદે જાતીય સતામણી છેડતી કરતા સ્નેહલ વસાવા એ આ બાબતે આમલેથા પોલીસ સ્ટેશને (૧) શશીકાંન્ત નટવરભાઇ વસાવા રહે.નવાપરા તા.નાંદોદ જી.નર્મદા (૨) નિર્મલ સુરમભાઇ વસાવા (૩) ભાવેશ ભરતભાઇ વસાવા નં.(૨),(૩)રહે.ટીમ્બી તા.નાંદોદ જી.નર્મદા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



