જુનાગઢ,તા.૩૦
જૂનાગઢમાં મહિલા કોંગ્રેસની રેલીમાં ૭થી ૮ કિન્નરો જાડાયા હતા. જીતુ વાઘાણીએ ગાંધી પરિવાર વિશે કરેલી અભદ્ર ટિપ્પણીને લઇ મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિન્નરોએ જીતુ વાઘાણી હાય હાયના નારા લગાવ્યા હતા.
મહત્વનું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા નિવેદન મામલે રાજ્યભરમાં કોંગ્રેસ દેખાવ કરી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ જીતુ વાઘાણી સામે શિક્ષાત્મક પગલા ભરવાની માંગ થઈ હતી. તો હવે કોંગ્રેસની સાથે કિન્નર સમૂદાય પણ જીતુ વાઘાણીના વિરોધમાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસને તો વિરોધ પક્ષ કહીને ભાજપ છટકી જશે પરંતુ કિન્નર સમૂદાય વિરુદ્ધ ભાજપ શું જવાબ આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



