ખાણ ખનીજ ખાતાએ ઓવરલોડ પકડેલી હાઇવા ટ્રક વાળાએ ભૂસ્તર શાસ્ત્રી ખાતામાં દંડ ભરેલી બનાવટી રસીદ પોલીસમાં બતાવી ટ્રક છોડાવી લીધી
જોકે પોલીસને રસીદ ખોટી જનતા ટ્રકવાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
રાજપીપળા: નર્મદા જિલ્લા ખાણખનીજ ખાતાએ ઓવરલોડ રેતી ભરી જતી કેટલીક ટ્રકને પકડી કાયદેસર કાર્યવાહી કરી રાજપીપળા પોલીસને ટ્રક સોંપી હતી તે પૈકી એક હાઇવા ટ્રક જી જે 34 ટી 1121 ના જયેશ ભુપેન્દ્રભાઈ ડાંગર નામના વ્યક્તિએ શનિવારે પોતાની ટ્રક છોડાવવા એક કીમિયો અજમાયો અને પોલીસ ખાતાનેજ ચૂનો ચોપડ્યો હોય એમ પોતાના આર્થિક ફાયદા માટે બનાવતી બોગસ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી રાજપીપળા નો બનાવટી પત્ર બનાવી દંડની રકમ બેન્કમાં જમા કરાવી હોવાનો બોગસ પુરાવો આપી પોતાની ટ્રક છોડાવી ગયા બાદ હાજર પોલીસ સ્ટાફને પાછળથી શંકા જતા જેતે કચેરી માં તપાસ કરાવી તો ભૂસ્તર શાસ્ત્રી નો પત્ર બોગસ હોવાનું જાણવા મળ્યું માટે રાજપીપળા પોલીસે જયેશ ભુપેન્દ્ર ડાંગર રહે,નસવાડી,જી.છોટાઉદેપુર વિરુદ્ધ રાજપીપળા પોલીસ સાથે છેતરપિંડીનો ગુનો દાખલ કરી એની શોધખોળ શરૂ કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




