રાજપીપળા : પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉજવણી કરી હતી.એ બાદ દેશ-વિદેશમાંથી અત્યાર ુધી 5 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.હવે દર સોમવારે મેન્ટેનન્સ કરવાને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.હવે ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસે સોમવાર આવે છે એ છતાં પણ 31મી ડિસેમ્બર હોવાને લીધે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લોકો 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા આવશે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે એવું પ્રવાસીઓ વિચારી રહ્યા હતા.પરંતુ તંત્રએ પોતાના નિયમમાં કોઈ પણ ફેરફાર ન કરી 31મી ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખતા પ્રવાસીઓમાં નિરાશા જરૂર ફેલાઈ હતી.
તો બીજી બાજુ 31મી ડિસેમ્બર ઉજવવા માટે અમુક પ્રવાસીઓએ ટેન્ટ સિટીનું અગાઉથી જ ઓન લાઈન બુકીંગ કરાવી રાખ્યું હતું.જેથી ટેન્ટ સીટી પરના 250 ટેન્ટ પ્રવાસીઓથી ફૂલ હતા.કેવડિયા ટેન્ટ-સીટી ખાતે 2000 થી વધુ પ્રવાસીઓએ 31મી ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી ડીજેના તાલ પર જુમી નવા વર્ષના વધામણાં કર્યા હતા.સોમવાર હોવા છતાં પણ તમામ ટેન્ટ ફૂલ હતા.ખાસ તો પ્રદુષણ વિનાના વાતાવરણમાં કુદરતી સૌંદર્યના સાતપૂડાની ગિરિમાળાના જંગલોમાં પ્રવાસીઓએ પોતાના પરિવાર સાથે નવા વર્ષનો આનંદ માણ્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



