સિડની,તા.૭
સિડનીમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચ બાદ પુજારાએ જણાવ્યું હતું કે અમારી ટીમ માટે આ એક શાનદાર જીત છે. વિદેશની ધરતી પર સિરીઝ જીતવા માટે અમે ખૂબજ મહેનત કરી હતી અને આૅસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતવી અમારા માટે ખૂબજ અઘરું હતું. મને ખૂશી છે કે આ સિરીઝ જીતવા પાછળ મારું પણ યોગદાન રહ્યું છે. વધુમાં પુજારાએ જણાવ્યું હતું કે આ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ફટકારેલી સદી તેમના માટે ખાસ છે.
વધુમાં પુજારાએ જણાવ્યું હતું કે સાઉથ આફ્રીકા અને ઇંગ્લેન્ડ સામેની રમતને કારણે આ વખતે આૅસ્ટ્રેલિયા સામે તેમને ઘણો ફાયદો થયો છે. તેઓ હંમેશા તૈયારી કરતા રહે છે અને આ જ તેમની ટેક્નિકને વધારે સારી બનાવે છે.
પુજારાનું કહેવું છે કે તેઓ ભારતીય ટીમનો હિસ્સો બનીને ખૂબજ ખૂશ છે. જ્યારે આ શ્રેણીમાં બોલરની મહત્વની ભૂમિકા વિશે ટિપ્પણી કરતા પુજારાએ જણાવ્યું હતું કે આૅસ્ટ્રેલિયા સામે રમાયેલી આ શ્રેણીમાં ભારતના ચાર બોલરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂજારા સીમિત ઓવરોમાં ટીમનો ભાગ નથી. તેના પર તેણે કહ્યું, હું સફેદ બોલથી ક્રિકેટ રમવા ઈચ્છું છું, પરંતુ ટેસ્ટ ક્રિકેટ મારી પ્રાથમિકતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



