રાજપીપળાના જાહેર શૌચાલયોમાં અતિશય ગંદકીની જાણ બાદ ખુદ ચિફ ઓફિસરની વિઝિટ

0
253

પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ચીફ ઓફિસર અમિત પંડ્યા શૌચાલય જેવી બાબતે જાત તપાસમાં જતા આળસુઓમાં ફફડાટ 

રાજપીપળા: એક તરફ સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે અને સ્વછતા માટે કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે, ત્યારે રાજપીપળામાં જાહેર શૌચાલમાં ગંદકી બાબતેની ફરિયાદ સાંભળતાજ પાલિકાના સી.ઓ.અમિત પંડ્યા કે જે અમુક આળસુ કર્મચારીઓની આળસ ખંખેરવા માટે જાણીતા છે એ પોતે ગુરુવારે સવારે રાજપીપળા શહેરમાં આવેલા શૌચાલયો પર જાતે પોહ્ચ્યા અને તપાસ કરી આસપાસના લોકોની પણ પૂછપરછમાં ત્યાં ઘણા સમયથી દુર્ગંધના કારણે લોકો ત્રાસી ઉઠ્યા હોવાનું જાણવા મળતા અમિત પંડ્યાએ જેતે અજેન્સી સામે પગલાં લેવા અને પાલિકાના સેનેટરી વિભાગને તાત્કાલિક ગંદકીનું નિવારણ લાવવા જણાવ્યું હતું

જોકે જાણવા મળ્યા મુજબ આ શૌચાલય બાબતે ધારાસભ્ય પી ડી વસાવા એ પણ પાલિકાને જાણ કરી હતી અને સ્થાનિકોની પણ ફરિયાદો હોય માટે ચીફ ઓફિસરે આખરે આળસુ કર્મચારીઓ અને એજન્સી ની આળસ ખંખેરવા જાત તપાસ કરી હતી .

અમિત પંડ્યાની વિઝિટમાં રાજપીપળા સમાર્ટ પોલીસ સ્ટેશન પાસે આવેલા શૌચાલયનું મળમૂત્રનું પાણી સીધું બાજુની ગટરમાં જતું હોવાની બાબત લોકો દ્વારા ચીફ ઓફિસરના ધ્યાને આવતા ખુદ ચીફ ઓફિસર પણ ચોકી ઉઠ્યા હતા અને આ માટે જવાબદારો સામે કડક પગલાં લેવા જણાવ્યું હતું

બોક્ષ : ત્યારે પાલિકાના ચિફ ઓફિસર અમિત પંડયાઍ જણાવ્યુ હતું કે શૌચાલયોમાં ગંદકીની બાબત મારા ધ્યાને આવતા મેં જાતે વિઝિટ કરી છે અને ત્યાંની સ્તિથી જોઈ મેં જેતે એજન્સીને નોટિસ આપવા તજવીજ હાથ ધરી છે સાથે અમારા સેનેટરી વિભાગને પણ ત્વરિત સમસ્યાનુ નિવારણ લાવવા આદેશ આપ્યો છે આવી લાપરવાહી સાંખી નહીં લેવાય.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY