વડોદરાથી કેવડિયા અને અંકલેશ્વરથી કેવડિયા બાદ રાજપીપળા થી પોઇચા રોડ ફોર લેન બનશે,માર્ગ અને મકાન વિભાગ દ્વારા જમીન સંપાદન અંગેની કાર્યવાહી હાથ ધરાઈ.
રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિવની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામી છે.તો પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા અગવડ ન પડે એ માટે વડોદરાથી કેવડિયા અને અંકલેશ્વરથી કેવડિયા સુધીનો ફોર લેન રોડનું નિર્માણ કાર્ય પૂરું થયું છે.એ બાદ રાજપીપળાથી પોઇચા સુધી ફોર લેન રોડ બનાવવા સરકાર દ્વારા લીલી ઝંડી અપાઈ છે.
ગુજરાત સરકારે રાજપીપળાથી પોઇચા સુધીનો ફોર લેન રોડ બનાવવા માટે 75 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાવી જાહેરાત કરી દેવાઈ છે.જેથી નર્મદા જિલ્લા માર્ગ અને મકાન દ્વાર હાલ જમીન સંપાદન અંગેની કાર્યવાહી પણ આરંભી દેવાઈ છે.સાથે સાથે એ જમીનની આસપાસના સરકારી અને ખાનગી કંપનીના મોબાઇલના અન્ડરગ્રાઉન્ડ કેબલો હટાવી લેવવાનું જાહેરનામું પણ બહાર પડાયું છે.
હાલ તો રાજપીપળા પોઇચા રોડ પર પ્રસિધ્ધ નિલકંઠ ધામ મંદિરને પગલે રજાના દિવસોમાં ભારે ટ્રાફિક જામનો પ્રશ્ન સર્જાતો હતો.પણ હવે આ જ રોડ ફોર લેન બનવા જઈ રહ્યો છે ત્યારે હવે રાજપીપળા વાસીઓનો ટ્રાફિક જામનો વિકટ પ્રશ્ન ટુંકજ સમયમાં હલ થશે.હાલ તો જમીન સંપાદનની કાર્યવાહી બાદ લેવલિંગની કામગીરી ચાલુ થશે એ બાદ રોડની કામગીરી ચાલુ કરાશે એવું માર્ગ અને મકાન વિભાગના સૂત્રો દ્વારા જણાવાયુ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




