નાંદોદ ધારાસભ્યએ રાજપીપલા નર્સિંગ સ્કૂલની વિઝીટ લેતા વિદ્યાર્થીનીઓ રડી પડી

0
107

નર્સિંગ સ્કૂલના અણગઢ વહિતના કારણે વિધર્યાર્થિનીઓ એ કરી રજુઆત કે સાહેબ અમારી નર્સિંગ સ્કૂલને બચાવો, અમારું ભાવિ અંધકારમય લાગે છે. 

ઇન્ચાર્જ આચાર્ય પર સીધો આક્ષેપ, જેમના લીધે સંચાલન બગડી રહ્યું એના પર એક્શન સરકાર લે : પી.ડી .વસાવા 

રાજપીપળા : નર્મદા જિલ્લાની એક માત્ર નસિંગ સ્કૂલ  જેમાં GNM અને ANM બંનેના કુલ મળી 100 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ છે. જેમની હાલત હાલ એકદમ ખરાબ છે. કેમ કે જેમને 3 થી 4 મહિનાઓથી એક પણ શિક્ષક ભણાવવા આવ્યું નથી. માત્ર મોટા ચોપડા લઈને બેસી રહેે છે. અને એક પણ પ્રેક્ટિકલ થયું નથી. નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓની આ હાલત જોઈ ને નાંદોદ ધારાસભ્ય પીડી વસાવાએ નર્સિંગ સ્કૂલની અચાનક મુલાકાત લીધી અને વિદ્યાર્થીને મળ્યા ત્યારે તેમની વેદના સાંભળીને પોતે સ્તબ્ધ થઈ ગયા અને વિદ્યાર્થીની હાલત જોઈ જાતે સ્વીકાર્યું કે 13 કરોડની બિલ્ડીંગ આપતી સરકારને શિક્ષણ પ્રત્યે જરાપણ ભાન નથી તેમ કહી આવી હાલતની રજુઆત તાત્કાલિક સિવિલ સર્જન સંગીતા પરીખને ફોન કરી હતી કે આવી હાલત છે તો તમે કેમ કશું કરતા નથી. જોકે વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓએ રજુઆત કરતા ધારાસભ્ય સામે રડી પ્યા હતા અને કહ્યું હતુંકે સાહેબ અમારી સ્કૂલને બચાવી લો નહીં તો આચાર્ય બંધ કરાવી ઝંપસે. તેઓ અમને ખૂબ ત્રાસ આપે છે તેમને કારણે આજે અમે 3 થી 4 મહિનાથી શિક્ષણ થી વંચિત છે.

બોક્સ : આ બાબતે ધારાસભ્ય પીડી વસાવા એ જણાવ્યું કે આચાર્ય વિરુદ્ધ ઘણી ફરિયાદ છે. સાથે સિવિલ સર્જને પણ કાળજી લેવી જોઈએ. 100 બાળકોનું શિક્ષણ બગડે તેમન ભાવિનું શું…? ડોક્ટર સાથે દર્દીને સારો કરવામાં નર્સનો મહત્વનો ભાગ છે જ્યારે તેમને તાલીમજ નહીં આપવામાં આવે તો તેઓ જ્યારે નોકરી લાગશે ત્યારે શું કરશે માટે આ ગંભીર બાબત છે. હું સરકારના આરોગ્ય વિભાગમાં રજુઆત કરી પ્રશ્ર્નનો હલ લાવીને જ જંપીશ

બોક્સ. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઘણી અન્ય મુશ્કેલી પણ છે.જેમાં પીવાનું પાણી સહિતની અન્ય સુવિધા નથી જેથી વિદ્યાર્થીઓ પોતાના પૈસા ખર્ચી સ્કૂલમાં પાણી લાવે છે.રહેવાની સુવિધા નથી પંખા નથી, વાંચવાની, તથા ટેબલ, કબાટ ની સુવિધા નથી બેડની સુવિધા ના હોય વિદ્યાર્થીનીઓ નીચે સૂવું પડે છે.જયારે વિદ્યાર્થીઓ પાસે મેસના 2300 રૂપિયા દર મહીને ઉઘરાવવામાં આવે છે જે ઘણા વધુ હોય માત્ર 1500 જેટલા હોવા જોઈએ અન્ય કોલેજોમાં ઓછી રકમ લેવાય છે અને સારી સુવિધા મળે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY