એક તરફ પહેલેથીજ રાજપીપળામાં બસો ઓછી છે ત્યાંરે..રાજપીપળા ડેપોના કુલ 57 રૂટો પૈકી 25 લોકલ રૂટની બસો બંધ કરાતા હજારો મુસાફરો અટાયા જેમાં ખાનગી વાહનોને ઘીકેળાં
રાજપીપળા : નર્મદા જિલ્લાના એક મા્ર વડા ડેપો રાજપીપળા એસટી ડેપો માંથી ઉપાડતી કુલ 57 રૂટો પરની બો પૈકી આજે શુ્રવારે 25 રુટોની બસ કેન્સલ કરાતા મુસાફરો અટવાયા હતા ત્યારે આ બાબતે એમ જાણવા મળ્યું કે રાજપીપળા ખાતે રાખેલા ગરીબ કલ્યાણ મેળામાં આ ડેપોની 25 બસો આપવામાં આી હોવાથી કેટલાક રૂટો કેન્સલ કરવા પડ્યા હતા જોકે રાજપીપળા ડેપો પરથી એક્સપ્રેસ અને લોકલ મળી રોજની કુલ 57 જેવા રૂટો પર બસો ોડે છે પરંતુ ગરીબ કલ્યાણ મેળા ના કારણે આજે 25 લોકલ રૂટો પર બસ થંભી ગઈ હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ડેપો પર અટવાયા બાદ આખરે ખાનગી વાહનો દ્વારા ગયા હતા સાથે છઠ્ઠી તારીખે પોલીસ પરીક્ષા માટે ડેપોમાં ખુલ્લા મુકાયેલા બુકીંગ કાઉન્ટર પર બુકીંગ માટે આવેલા પરીક્ષાર્થીઓની પણ લાંબી કતારો હતી જેમાં આ લોકો બુકીંગ માટે અલગ અલગ ગામોમાંથી રાજપીપળા આવ્યા પરંતુ પરત ફરવા માટે ડેપોમાંથી જવા બસો ન મળતા એ પણ અટવાયા હતા .
સરકાર એક તરફ ગરીબ કલ્યાણ મેળા યોજી લાખોની જનમેદની એકઠી કરી ગરીબોને સહાય આપવાના તાયફા કરે છે પરંતુ ગરીબ કલ્યાણ મેળાના કારણે નોકરી ધંધા કે ભણવા માટે જતા આવતા હજારો મુાફરો અટવાય તેનું શું…? વર્ષોથી ભાજપના સાસનમાં થયેલા આવા કાર્યક્રમોમાં જનમેદની વધારવા માત્ર એસટી બસોનોજ ઉપયોગ થતો હોય છે જેમાં ગરીબ મુસાફરો કે નોકરિયાતો સમયસર કામધંધે પોહ્ચ્તા નથી આ તકલીફ માં ખાસ તો અભ્યાસ અર્થે શહેરો માં જતા વિદ્યાર્થીઓ પણ અટવાતા હોય માટે આવા કાર્યક્રમો માટે અન્ય વ્યવસ્થા કરવી જોઈએ
બોક્ષ: આજે લોકલ રૂટના 25 રૂટો બંધ કરવામાં આવ્યા છે : ડેપો મેનેજર
રાજપીપળા એસટી ડેપો મેનેજર એન એમ કલ્યાણી એ જણાવ્યું કે આજે ગરીબ કલ્યાણ મેળામાં 25 બસો ફાળવવામાં આવી હોય અમારા કુલ 57 રૂટો માંથીજ આ બસો અપાઈ હતી અમારી પાસે કોઈ એક્સટ્રા બસો ન હોય માટે નિયમિત રૂટો માંથી આજે 25 લોકલ રૂટ અમારે રદ કરવા પડ્યા છે .
બોક્ષ : બુકીંગ માટે કલાકો ઉભા રહેતા અમારું વાંચન બગડે છે : પરાગ પટેલ
છઠ્ઠી તારીખે જાહેર કરાયેલી પોલીસની પરીક્ષા આપવા જવા માટે અગાઉથી બુકીંગ માટે એસટી ડેપોના બુકીંગ કાઉન્ટર પર ઉભેલા પરાગ પટેલે જણાવ્યું કે બુકીંગ માટેની લાઈનમાં કલાકો ઉભા રહેવાથી અમારું વાંચન બગડે છે પરંતુ ન છૂટકે સરકારની ભૂલનો અમારે ભોગ બનવું પડે છે અને રાજપીપળા એસટી ડેપોમાં એકજ બુકીંગ કાઉન્ટર હોય ઘણો સમય બગડી રહ્યો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




