ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની સુચના મુજબ જીલ્લા મા મિલકત સંબંધી તેમજ વાહનચોરી ના ગુનાઓ અટકાવવા સારૂ એલ.સી.બીના ઇન્ચાર્જ પો.ઇન્સ કે.જે ધડુકની સુચનાથી પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ અલગ-અલગ ટીમો બનાવી ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા દરમ્યાન એલ.સી.બી ના પો.કો. મહીપાલસિંહ ને બાતમીદાર મારફતે મળેલ ચોક્કસ બાતમી આધારે મયુર મહેશભાઇ બાબુભાઇ પટેલનાનો બે માસ અગાઉ સાત વાહન ચોરીમાં એલ.સી.બીમાં પકડાયેલ તે હાલ જેલમાંથી છુટી ગયેલ છે અને ઘરે હાજર છે તેની પાસે એક શંકાસ્પદ બાઈક છે જે આધારે તેના ઘરેથી તેને સાઇન બાઇક સાથે ઝડપી પાડેલ છે. અને ઝીણવટ ભરી રીતે તપાસ કરતા વધુ ગુનાઓ ડીટેક્ટ થવા પામેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ : એક હોન્ડા કંપનીની સાઇન -૧ કીં.રૂ, ૨૫,૦૦૦/- તથા હોન્ડા કંપનીના પ એક્ટીવા કીં.રૂ, ૧,૦૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૩૦,૦૦૦/-
પકડાયેલ આરોપીઓ : (૧) મયુર મહેશભાઇ બાબુભાઇ પટેલ રહે-આર.કે.ર એવન્યુગકાન નં-૯૦૧/બી, જય ઝુલેલાલ હોસ્પીટલ પાછળ, ઝાડેશ્વર ચોકડી નજીક, તવરા રોડ,તા.જી-ભરૂચ(૨) અલ્પેશ ઉર્ફ અપ્યુ કનુભાઇ ગોહીલ રહે, ઉટીયાદરા રોડ, સિધ્ધી વિનાયક કોમ્પલેક્ષ પહેલો માળ રૂમ.નં ૧૦૧ કોસંબા
આરોપી ની એમ.ઓ
જુના મોડલ ના એકટીવા સ્કુટર કે જેના લોક ડુપ્લીકેટ ચાવી થી સરળતાથી ખુલી જતા હોય તેવા એકટીવાનુ લોક ખોલી ચોરી કરવાની ટેવ વાળો છે.
આરોપી નો પુર્વ ઇતિહાસ-
મયુર મહેશભાઇ બાબુભાઇ પટેલ આ અગાઉ સને-૨૦૧૭ મા સુરત જીલ્લાના કડોદરા પો.સ્ટે. મા પ્રોહીબીશનના ગુનામા અને બે માસ પહેલા ૭ વાહન ચોરીના ગુનામાં
ભરૂચ એલ.સી.બીમાં પકડાયેલ હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



