શનિવારે કેવડિયા ખાતે પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં ઇજા પામેલ પીએસઆઇ એ અગિયાર વિરુદ્ધ ફરિયાદ આપી 

0
89

આગેવાનોએ અસરગ્રસ્તો સાથે મીટીંગ યોજી કાવતરૂ ઘડી પોલીસ માણસો ઉપર હુમલો કરવા માટે ગે.કા મંડળી બનાવી હુમલો કર્યાની ફરિયાદ 

રાજપીપળા : શનિવારે કેવડીયા ખાતે ખાતમુહ્રતના કાર્યક્રમ સમયે વિરોધ કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ પથ્થરમારો થયો હતો જેમાં એક પીએસઆઈ સહીત અન્ય એક પોલીસ જવાનને ઇજા થઈ હતી પથ્થરમારામાં ઇજા પામેલા પીએસ આઈ એ આ બાબતે રાજપીપળા પોલીસમાં ફરિયાદ આપી જેમાં ટોળામાં પથ્થરમારો કરતા અમુક લોકો પૈકી (૧) લખન મુસાફીર (૨) રણજીતભાઈ દિનેશભાઇ તડવી (૩) નરેશભાઇ ઉર્ફે વિક્રમભાઇ સાકળભાઈ તડવી (૪) જેસંગભાઈ રણછોદભાઇ તડવી (૫) પ્રફુલભાઈ દેવજીભાઇ વસાવા (૬) અજીતભાઈ સોમાભાઇ તડવી (૭) દિનેશભાઇ જેસંગભાઈ તડવી (૮) અરવિંદભાઇ તડવી (૯) શકુંતલબેન તડવી (૧૦)રેવાબેન તડવી (૧૧) સરોજબેન તડવી તમામ રહે.કેવડીયા /ભૂમલીયા સહિતનાએ કેવડીયા ખાતેના હરિયાણા ભવન ખાતમુહરત કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા માટે અગાઉથી કેટલાક આગેવાનોએ અસરગ્રસતો સાથે મીટીંગ યોજી કાવતરૂ ઘડી પોલીસ માણસો ઉપર હુમલો કરવા માટે ગે.કા મંડળી બનાવી સંપ કરી સૂત્રોચ્ચાર કરી પોલીસ માણસો ઉપર પથ્થરમારો કરી પીએસઆઇ હિમ્મત ભરવાડ તેમજ અન્ય પોલીસ માણસોને ઇજાઓ કરી ગુનો કર્યો બાબતની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી તપાસ ડી બી શુક્લ સી પી આઈ કેવડિયા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY