વિપક્ષે અત્યારથી જ ઈવીએમ પર પ્રશ્ન ઉઠાવી હારનું બહાનું શોધી લીધુંઃ મોદી

0
9

વડાપ્રધાને મુંબઇમાં બુથ વર્કર્સની સાથેની વાતચીતમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યો
મહાગઠબંધન પર કટાક્ષ કરતાં મોદીએ કહ્યું કે આ તો ભાઇ-ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર, ગોટાળા, નકારાત્મકતા અને અસમાનતાનું ગઠબંધન છે આ એક અદભુત સંગમ છે,શરદ યાદવના નિવેદન પર બોલ્યા વડાપ્રધાન અંતે સત્ય મોઢા પર આવી જ જાય છે
ન્યુ દિલ્હી,તા.૨૦
૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે એકશન મોડમાં આવી ચૂકેલા પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ વિપક્ષ પર જારદાર પ્રહારો કર્યા છે. પીએમે કહ્યું કે વિપક્ષના લોકોએ ચૂંટણી પહેલાં જ હારના બ્હાના શોધી નાંખ્યા છે. આ લોકો અત્યારથી ઇવીએમ પર પ્રશ્ન ઉઠાવા લાગ્યા છે. ગઇકાલે કોલકત્તામાં મમતા બેનર્જીના મંચ પર ભેગા થયેલા વિપક્ષ પર નિશાન સાંધતા પીએમે કહ્યું કે તેમણે પણ ગઠબંધન કર્યું અને અમે પણ કર્યું છે. તેમણે પક્ષોની સાથે ગઠબંધન કર્યું છે અને અમે દેશની સવા સો કરોડ પ્રજા સાથે કર્યું છે. તમે જ લોકો કહો કયું ગઠબંધન સૌથી શ્રેષ્ઠ છે.
મુંબઇના કોલ્હાપુરના બુથ વર્કર્સની સાથે વાતચીતમાં પીએમે ઇવીએમને લઇ પ્રશ્ન ઉઠાવા પર વિપક્ષને ઘેરતા કહ્યું કે આ લોકો અત્યારથી જ હાર (૨૦૧૯ લોકસભા ચૂંટણી)ને લઇ બ્હાના શોધવા લાગ્યા છે. ઇવીએમને વિલન બતાવા લાગ્યા છે. એ સ્વાભાવિક છે કે દરેક રાજકીય પાર્ટી ચૂંટણી જીતવા માંગે છે, પરંતુ જયારે કેટલાંક પક્ષોને પ્રજાના આશીર્વાદ મળે છે તો પરેશાન થઇ જાય છે. આ લોકો પ્રજાને બેવકૂફ સમજે છે અને આથી જ રંગ બદલી રહ્યા છે.
આ દરમ્યાન મમતાની રેલી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે અહીં મેચ પર હાજર નેતાઓમાં મોટાભાગના લોકો મોટા નેતાના દીકરાઓ હતા. કેટલાંક લોકો એવા પણ હતા કે જે પોતાના દીકરા-દીકરીને સેટ કરવામાં લાગ્યા છે. તેમની પાસે ધનશક્તિ છે અને અમારી પાસે જનશક્તિ છે.
મહાગઠબંધન પર કટાક્ષ કરતાં મોદીએ કહ્યું કે આ ગઠબંધન એક અનોખું બંધન છે. આ બંધન તો નામદારોનું બંધન છે. આ બંધન તો ભાઇ-ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર, ગોટાળા, નકારાત્મકતા અને અસમાનતાનું ગઠબંધન છે આ એક અદભુત સંગમ છે.
મોદીએ લોકતાંત્રિક જનતા દળનાં પ્રમુખ શરદ યાદવનાં નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગત રોજ જે મંચ પરથી વિપક્ષ દેશ અને લોકતંત્રને બચાવવાની વાતો કરી રહ્યો હતો, તે જ મંચ પરથી એક નેતાએ બોફોર્સ કૌભાંડની યાદ અપાવી દીધી હતી. છેલ્લે સત્ય તો મોઢે આવી જ જાય છે.
પીએમ એ કહ્યું કે વિપક્ષના લોકોને કોઇપણ સંસ્થા પર વિશ્વાસ નથી, આથી આ સંવૈધાનિક સંસ્થાઓને બદનામ કરવાની કોશિષ કરતાં રહે છે. વિપક્ષની કોશિષોને નકારાત્મક ગણાવી મોદીએ કહ્યું કે જે મંચ પરથી આ લોકો લોકતંત્ર બચાવાની વાત કરી રહ્યાં હતા તેના પર એક નેતાએ બોફોર્સ ગોટાળાની યાદ અપાવી દીધી. આખરે સત્ય જીભ પર આવી જ જાય છે. આપને જણાવી દઇએ કે લોકતાંત્રિક જનતા દળના સંસ્થાપક અને વરિષ્ઠ સમાજવાદી નેતા શરદ યાદવે રાફેલ પર મોદી સરકારને ઘેરવાની જગ્યાએ પોતાના ભાષણમાં બોફોર્સ કૌભાંડ પર બોલવા લાગ્યા. બાદમાં તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે હું રાફેલની વાત કરી રહ્યો હતો.
બીજી બાજુ સવર્ણ અનામતનો મુદ્દો ઉઠાવતા મોદી એ કહ્યું કે સંવિધાન સંશોધન દ્વારા ૧૦ ટકા અનામતથી અવસરોના નવા દ્વાર ખૂલશે. આપણે શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા સીટો પર વધારીશું. કોઇપણ પછાત દલિત કે અનુસૂચિત જાતિના લોકોનો હક છીનવાશે નહીં.
આ અવસર પર ભાજપ કાર્યકર્તાઓની પ્રશંસા કરતાં પીએમે કહ્યું કે કાર્યકર્તાઓના સંઘર્ષ અને પાર્ટીને આગળ લઇ જવા માટે તેમના દ્વારા દિવસ-રાત કરાઇ રહેલ કોશિષને ડોઇ મને મોટો સંતોષ થાય છે. ભાજપના કાર્યકર્તાઓમાં જજ્બા, ઇમાનદારી, કામના પ્રત્યે લગન છે. હું તો એમ જ કહીશકે ભાજપ સંગઠન આધારિત રાજકીય આંદોલન છે. જૂની સરકારના કાર્યકાળના લીધે રાજકીય કાર્યકર્તાઓની ઓળખ દલાલો તરીકે થવા લાગી હતી, પરંતુ ભાજપના કાર્યકર્તાની ઓળખ મા ભારતીના લાલ તરીકે થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY