સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ આધુનિક ભારતના નિર્માણ માટેની સરદાર પટેલની દ્રષ્ટિ, હિંમત, ક્ષમતા અને યોગદાનનું અનુસ્મારક છે : વેંકૈયા નાયડુ

0
30

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી

રાજપીપળા : ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રવિવારે  તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંર્પણ કરી ભાવવંદના કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે સવારે કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીકના હેલીપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, રેન્જ આઇજી અભય ચૂડાસમા, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી સહિતના મહાનુભાવોએ ઉપરાષ્ટ્રપતિનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ હેલીકોપ્ટરમાં ઉપરાષ્ટ્રપતિની સાથે આ પ્રવાસમાં આવી પહોંચ્યા હતાં.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવી પહોંચતા જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. મ્યુઝીયમમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ રસપૂર્વક નિહાળ્યું હતું. ત્યારબાદ સરદાર સાહેબના જીવન ચરિત્ર અંગેની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. તેમણે મ્યુઝીમયના લાઇબ્રેરી સહિતના અન્ય વિભાગોની પણ મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનરલ મેનેજર સંજય જોશીએ ઉપરાષ્ટ્રપતિને સમગ્ર પ્રદર્શન વિશેની જરૂરી માહિતી પુરી પાડી વાકેફ કર્યા હતાં. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી માતા નર્મદા અને વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો અને મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનૂભુતિ પણ કરી હતી. આ પ્રસંગે નર્મદા નિગમના મુખ્ય ઇજનેર પી.સી. વ્યાસ અને સંજય જોશીએ પ્રતિમાના નિર્માણની તકનીકી જરૂરી વિગતો આપી હતી. ત્યારબાદ તેમણે સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલી માટીમાંથી નિર્માણ પામેલ વોલ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી.

ઉપરાષ્ટ્રપતિએ પત્રકારો સાથેની મુલાકાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજની આ મુલાકાતથી તેઓ ખુશી વ્યક્ત કરી પોતાને ધન્ય મહેસુસ કરી રહ્યાં હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલની આ ૧૮૨ મીટરની ઉંચી પ્રતિમા એક એકીકૃત ભારત અસ્તિવમાં લાવવા માટેના સરદાર વલ્લભભાઇ પટેલના દ્રષ્ટિકોણ અને સંકલ્પનું સ્મારક છે. તેઓ સરદાર પટેલ સાહેબના બાળપણી ચાહક રહ્યાં છે અને તેઓના અભ્યાસકાળથી જ સરદાર સાહેબને ઇતિહાસમાં ઉચિત સ્થાન મળવું જોઇએ તેવી ભાવના રહેલી હતી અને તેમના મંત્રીપદના કાર્યકાળ ઉપરાંત વિવિધ રાજકીય હોદ્દાઓના કાર્યકાળ દરમિયાન પણ સરદાર સાહેબ માટે કંઇક કરવું જોઇએ તેવી ભાવના સતત ગુંજ્યા કરતી હતી, તેને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાંથી ખેડૂતો પાસેથી ખેત ઓજારોનું લોખંડ એકત્ર કરીને અહીં સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાનું સ્મારક સ્વરુપે નિર્માણ કરતાં ઉક્ત ભાવનાને પરિપૂર્ણ કરી છે, જે અવિસ્મરણીય બની રહેશે.

ઉપરા્ટ્રપતિએ ઉમેું હતું કે, તે એક મહાન સિદ્ધિ હતી કે આપણા દેશે લાંબા અને સખત સ્વતંત્રતા સંગ્રામ બાદ ઉપનિવેશી શાસકોથી સ્વતંત્રતા મેળવી હતી, જે અંતત: ગુજરાતના એક બીજા પનોતા પુત્ર મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની આગેવાની હેઠળ સફળ થયો હતો. ખરેખર ગુજરાત માટે એ ગર્વની વાત છે કે ભારતની આઝાદીના શિલ્પી અને આઝાદી બાદ એકીકૃત ભારતના શિલ્પી, બંને આ રાજ્યના સપૂતો છે. જેમ બ્રિટીશ શાસનથી આઝાદી પ્રાપ્ત કરી, એ આપણા દેશના આધુનિક ઇતિહાસમાં એક સિમાચિહ્ન છે, નાયડુએ કહ્યું હતું કે, આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ આધુનિક ભારતના નિર્માણ માટેની સરદાર પટેલની દ્રષ્ટિ, હિંમત, ક્ષમતા અને યોગદાનનું અનુસ્મારક છે. આપણે બધા જાણીએ છીએ કે સરદાર પટેલ ખેડૂત પરિવારમાંથી આવતા હતા.તેમણે આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ માટે પ્રધાનમંત્રીની પહેલને બિરદાવી હતી.

ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન નર્મદા નિગમના જોઇન્ટ એમ.ડી. સંદીપકુમાર, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદાર અને નર્મદા યોજના પુનર્વસન કમિશનર આઇ.કે. પટેલ, નિગમના ટેકનીકલ ડિરેક્ટર નાદપરા, જનરલ મેનેજર સંજય જોશી, મુખ્ય ઇજનેર પી.સી. વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY