નર્મદા જિલ્લાના 450 જેટલા આરોગ્ય કર્મીઓનો સોમવારથી આંદોલનનો પ્રારંભ 

0
34

સોમવાર 21થી 25 જાન્યુઆરી એ કાળીપટ્ટી પહેરી ફરજ બજાવશે : 15 ફેબ્રુઆરી સુધી વિરોધ પ્રદર્શન કરશે 

રાજપીપળા : નર્મદા જિલ્લાના 450 જેટલા આરોગ્ય શાખાના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવશે, અને આજે 21થી 25 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે આમ છેક 15 ફેબ્રુઆરી સુધી વિરોધ કરેશે અને 15 ફેબ્રુઆરી થી અચોક્કસ મુદતની હળતાલ પર ઉતરશે.

નર્મદા જિલ્લાના 450 થી વધુ કર્મચારીઓ કે જેઓ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગમાં આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેક્નિશિયન ફાર્માસીસ્ટ સહીત કર્મચારીઓ કે જેઓના બઢતી, પગાર ધોરણ તફાવત, મહેકમ જેવી ઘણી માંગ અવાર નવાર સ્થાનિક લેવલે અને રાજ્ય કક્ષાએ આરોગ્ય મંત્રાલય સહીત મુખ્યમંત્રી ને કરી છે પણ કોઈ હલ આવતો નથી જેથી નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓ 21 થી 25 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી લગાવી ફરજ બજાવશે, 28 જાન્યુઆરીએ ફરજ બજાવાશે પરંતુ તાલુકા જિલ્લામાં રિપોટીંગ નહિ કરે, 6 ફેબ્રુઆરી ના માસ સીએલ પર ઉતરશે, અને જિલ્લા મથકે રામધૂન અને સફાઈ કરી વિરોધ પ્રદર્શન કરશે. છતાં પણ જો સરકારે કોઈ મચક ના આપી તો 15 ફેબ્રુઆરી થી અચોક્કસ મુદતની હળતાલ પર ઉતરી જશે આમ રાજ્ય માં હજારો કર્મચારીઓ હડતાલ પર ઉતરશે।

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY