સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

0
23

માંડવી પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડ્યો
સુરત, તા. ૨૧
સ્ટેટ મોનીટરિંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપીપ પાડી હતી. પોલીસે રૂ. ૧૪.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે માંડવી પોલીસે વેગીગામે બુટલેગરની ધરપકડ કરી રૂ. ૨૮,૮૦૦નો દારૂ કબજે કર્યો હતો.
સ્ટેટ મોનીટરિંગ સેલ કામરેજ નવી પારડી સિદ્ધિ વે બ્રિજ પાસેથી કાર નં. જીજે-૦૫-જેપી-૧૧૮ને આંતરી ઝડતી લેતા કારમાંથી રૂ. ૫,૮૩,૨૨૦ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૪૨૭૪ બોટલ કબજે કરી હતી. પોલીસે આરોપી કરણ તેજાજી સોલંકી, પંકજ નટુ પટેલની ધરપકડ કરી આરોપી નશીમમુદ્દીન ઉર્ફે આઝાદ અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતા.
જ્યારે માંડવી પોલીસે વેગીગામ ટાંકી ફળિયામાંથી બૂટલેગર કલ્પેશ ઉર્ફે હેરીકુમાર ચૌધરીની રૂ. ૨૮,૮૦૦ની કિંમતના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY