નર્મદા જિલ્લાના સરકારી બાબુઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો મનસુખ વસાવાએ કરતા હાલ વહીવટીતંત્રમાં અને રેતી માફિયામાં ખળભળાટ મચી ગયો છે.
રાજપીપળા : ભરૂચ સાંસદ મનસુખ વસાવા આમ તો અવાર નવાર નર્મદા જિલ્લાની વિવિધ સમસ્યાઓ મુદ્દે સરકારને આડે હાથે લેતા પણ ગભરાતા નથી.ભૂતકાળના એમને ગુજરાત સરકારના જ એક મંત્રી વિરુદ્ધ CM સુધી રજુઆત પણ કરી હતી.હાલમાં જ એમણે એક સરકારી કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષકો દારૂ અને જુગારની લતે ચઢી ગયા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.તે બાદ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘે તો તેમની સામે રીતસરની નારાજગી વ્યક્ત કરી હતી અને આ મુદ્દો છેક મુખ્યમંત્રી સુધી પણ પહોંચ્યો હતો.તો આખા બોલા મનસુખ વસાવાએ ફરી એક વાર નર્મદા જિલ્લા કલેકટરને એક ખુલ્લો પત્ર લખી ગંભીર આક્ષેપો સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
મનસુખ વસાવાાએ નર્મદા જિલ્લાા કલેકટરને એક ખુલ્લો પત્ર લખ્યો છે.જેમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં (1)જિલ્લા આરોગ્યના CHC,PHC સેન્ટરોના બાંધકામમાં ગેરરીતિઓ થઈ છે,ધાબાઓ ગળે છે (2)અંકલેશ્વર થી રાજપીપળાના ફોરલેન રોડ તથા રાજપીપળા થી દેવલિયા સુધી બનતા નવા રસ્તામાં રોયલ્ટીની ચોરી કરી પોઇચા બ્રિજથી વ્યાસ બેટ સુધી મંજૂરી વિના રેતી,ગ્રેવલ આડેધડ કાઢવામાં આવે છે (3) જેતપુર વઘરાલી તથા વાંસલા ગરૂડેશ્વર બ્રિજને અડીને આવેલ એરિયામાં ક્વોરીઓના માલિકો મંજૂરી વિના બેફામ રીતે ખનિજ સંપત્તિ કાઢી રહ્યા છે.આ ત્રણ પ્રશ્નો મુદ્દે મેં તપાસ કરી આ કાર્ય અટકાવવા મેં રજુઆત કરી હતી.
પરંતુ મારી આ રજુઆત પછી નર્મદા જિલ્લા તંત્ર દ્વારા નાના નાના કોન્ટ્રાક્ટરો,ગામડાઓમાં કોઈ જમીન લેવલિંગ કરતા ખેડૂતો તથા ગામ લોકોને પકડી કેસ કરાય છે.અને બીજી બાજુ મોટા રેતી માફિયાઓ અને મોટા માથાઓને નર્મદા જિલ્લા તંત્ર છાવરે છે નાના માણસોને હેરાન કરે છે આ ન ચાલે,આ અટકવું જોઈએ.ભરૂચ સાંસદ મનસુખ વસાવાની વાત ધ્યાને ન લેતા નર્મદા જિલ્લાના સરકારી બાબુઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો મનસુખ વસાવાએ કરતા હાલ વહીવટીતંત્રમાં અને રેતી માફિયામાં ખળભળાટ મચી ગયો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





