મનમોહનસિંઘ બોલે ત્યાં સુધીમાં તો આતંકવાદી બીજા ધડાકા કરી દેતા : સીએમ રૂપાણી

0
25

મેઘરજ,તા.૧૩
મુખ્ય મંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે અરવલ્લીના મેઘરજ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સાબરકાંઠા લોકસભા બેઠક માટે પ્રચાર કર્યો હતો. ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ માટે પ્રચારઅર્થે આવેલા મુખ્ય મંત્રી રૂપાણીએ મંચ પરથી પૂર્વ વડાપ્રધાન ડા. મનમોહનસિંઘની નકલ કરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન વિશે એવું નિવેદન પણ આપ્યું હતું કે મનમોહનસિંહ એટલું ધીમું બોલતા ત્યાં સુધીમાં આતંકવાદી ધમાકા કરીને નીકળી જતા
મુખ્યમંત્રીએ મંચ પરથી કહ્યું,“ મરદની મૈયતમાં જવાય નમાલા લોકો ભેગું ન જવાય. તમે એક હરફ ઉચ્ચાર નહોતી. હમ દેખતે હે.. હમ સોચતે હે.. મનમોહનસિંઘ આવું ધીમું ધીમું બોલતા ત્યાં તો બીજા ધડાકા થઈ ગયા હોય. આ ત્રાસવાદીઓ આલ્યા માલ્યા જમાલ્યાઓ આપણે ટાપલા મારતા ગ્યા. તમારી આ હિમ્મતવગરની નીતિઓના કારણે તેમનું જાર વધતું ગયું.” ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી પાછળા ઘણા દિવસોથી રાજ્યભરમાં એવા નિવેદનો આપી રહ્યાં છે, કે જા ભાજપ હારશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટસે અને કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તે બાદ ચર્ચાઓ થઇ રહી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે, પરંતુ પોતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકિયું છે.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જાડાશે કે નહીં? આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરની ભાજપમાં જાડાવાની કોઇ વાત નથી. અલ્પેશ ઠાકોરે પણ નિવેદન કરેલું છે અને અમારી સાથે પણ કોઇ વાત થઇ નથી. અલ્પેશ જ નહીં ઘણા લોકો કોંગ્રેસથી નારાજ છે અને પોતાની નારાજગી દેખાડી રહ્યાં છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં અરવલ્લીના જિલ્લા કોંગ્રેસ મંત્રી કનુભાઈ ઠાકોરે ભાજપમાં જોડાયા હતા. મેઘરજમાં સીએમ રૂપાણીની ઉપસ્થિતીમાં કોંગ્રેસના ૮ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY