બીટીપી, બીટીએસ સાથે કોંગ્રેસ પણ જોડાઈ : આદિવાસીની જમીનો પર ભવનો નહિ બનવા દઈએ


પોલીસે આદિવાસીના ઘરોમાં કોમ્બિંગ, મહિલાઓ પર પણ લાઠી ચાર્જ કરી અત્યાચાર કર્યો, 12 સામેની ફરિયાદ પાછી ખેંચો ની માંગ
રાજપીપળા : કેવડિયા આદિવાસીઓ પર થયેલા જુલમ અને અન્યાયના વિરોધમાં ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાાએ મુલાકાત લઇ 28 મી જાન્યુઆરીએ જંગી રેલી પગપાળા કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન આપવાની જાહેરાતને પગલે આદિવાસીઓનો જાણે સેલાબ ઉમટ્યો હોય એમ મોટી સંખ્યામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આદિવાસીઓ ઉમટ્યા આશરે 5000થી વધુ લોકો અને 3 કિમિ લાંબી લાઈન થાય એટલી મોટી રેલી જોઈ તંત્ર પણ અચંબામાં મુકાયું હતું ત્યારે સમગ્ર જિલ્લાની પોલીસ ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોરવાઈ ગઈ હતી .
કેવડિયા ખાતે 20 જાન્યુઆરીએ હરિયાણા ભવનનું ખાતમુહ્રત હરિયાણાના સીએમ દ્વારા કરવામાં આવ્યું તે દિવસે 6 ગામના આદિવાસીઓ પોતાની જમીન આ ભવનોમાં જતા રહેતા આદિવાસીઓ એ વિરોધ કર્યો હતો, આ વિરોધ દરમ્યાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું જેમાં નર્મદા પોલીસે 12 જેટલા આદિવાસીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી ત્યારથી વિરોધ વધતો રહ્યો, જયારે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું ત્યારે ફફળી ઉઠેલા આદિવાસીની મદદે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા આવ્યા અને મુલાકત લીધી બાદ આંદોલનની જાહેરાત કરી એ જાહેરાતને પગલે આજે સોમવારે કેવડિયા થી રાજપીપળા સુધી આદિવાસીઓની મહારેલીની શરુઆત કરવામાં આવી જેમાં પાંચ હજાર જેટલા આદિવાસીઓ આ રેલીમાં જોડાયા હતા જે કેવડિયા થી 24 કિલોમીટર નું અંતર કાપી રાજપીપળા સુધી આવી હતી. ત્યારે ડેડીયાપડાના ધારાસભ્ય મહેશ વસાવા એ લિલી ઝંડી આપી આ રેલીનું પ્રથાન કરાવ્યુ હતું અને રાજપીપળા પહોચી જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું, તેમની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ સહીત મોટી સંખ્યમાં આદિવસી આગેવાનો જોડાયા હતા.
બોક્ષ : આદિવાસીઓ સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને અન્યાય કરે છે, રાજ્યમાં પેસા એક્ટ લાગુ છે છતાં સરકાર દ્વારા આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે, આનુસૂચિ 5 મુજબ કામગીરી નથી કરવામાં આવતી આ ભવનો આદિવાસીઓના ઘરો તોડી સંપાદિત કરી ઉદ્યોગ પતિઓને વેચે છે અને આદિવાસી કહેવા જાય તો પોલીસ દમન કરે છે, તમને આદિવાસીઓ જ મળે છે મારવા માટે જો આગામી દિવસોમાં જમીનો હડપવાનું સરકાર બંધ નહિ કરે તો આંતરરાષ્ટ્રીય દેશવ્યાપી લડત લડાશે આ ચેતવણી છે મારી >>>> મહેશ વસાવા ધારાસભ્ય ડેડીયાપાડા, બીટીપી રાષ્ટિય અધ્યક્ષ
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






