બોટાદ જીલ્લાના રાણપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી કુરેશીવાડમાં ગેરકાયદેસર માંસ મટનની હાટડીઓ ચાલે છે અને અવારનવાર રજુઆત કરવા છતા તંત્ર કોઈ પગલા લેતુ નથી આ બાબતે બોટાદ જીલ્લા શિવસેના દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ પણ પરીણામ શુન્ય મળેલ છે.
આ બાબત રાણપુર સરપંચ અબ્બાસભાઈ ખલાણી ને પુછતા તથા તલાટી ટાપરીયાને પુછતા રાણપુર ગ્રામ પંચાયત દ્વારા કોઈને પણ કતલખાના નુ લાઈસન્સ અપાયેલ નથી તેમ જણાવેલ છે જ્યારે મચ્છી,ઇંડા અને મુરઘી માટે રાણપુર ગ્રામ પંચાયતે પરવાનો આપેલ છે.પરંતુ જે મોટા ઢોર કપાય છે તે માટે કોઈને પણ લાઈસન્સ આપવામાં આવેલ નથી.આ કતલખાના કાયમી ધોરણે બંધ કરવા લોકોની લાગણી અને માંગણી છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



