ભાવનગર પોલીસ અધિક્ષક પી.એલ.માલ ની સૂચનાથી ભાવનગર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે ભાવનગર-રાજકોટ રોડ, ગઢુલા ગામના બસ સ્ટેન્ડ પાસે બજરંગ પાન નામની દુકાનમાં રાખેલ ભારતીય વિદેશી દારૂની બોટલ નંગ-૫૫ તથા બીયર ટીન નંગ-૮ કુલ કિ.રૂ| ૧૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી કુલદપસિંહ ઉર્ફે કે.કે. કિરીટસિંહ ગોહીલ ઉ.વ.૩૭ રહેવાસી-ગામ-ગઢુલા, તા.શિહોર જી.ભાવનગર વાળાને પકડી પાડી મજકુર આરોપી સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.
તસ્વીર તોફીક આરબ,ભાવનગર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



