વડાપ્રધાનને લાગતું હોય તે કાશ્મીર મુશ્કેલીમાં છે તો છોડી દેવુ જોઇએઃ મેહબૂબા મુફ્તિ

0
6

શ્રીનગર,તા.૨૭
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ મામલે સર્જાયેલા ઘમાસાણ વચ્ચે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ જણાવ્યુ કે, આર્ટિકલ ૩૭૦ની રક્ષા માટે બે વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે. પરંતુ આર્ટિકલ ૩૭૦ માટે એનસી અને કોંગ્રેસે કોઈપણ પ્રકારનું કામ કર્યુ નથી. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, પીએમ મોદીને એવુ લાગતુ હોય કે, કાશ્મીર મુશ્કેલીમાં છે તો તેમણે જમ્મુ કાશ્મીરને છોડી દેવુ જોઈએ.
અમે પહેલા પણ પીએમ મોદીને જણાવ્યુ હતુ કે, મોદી સરકાર આર્ટિકલ ૩૫-એમાં ફેરફાર કરવાની કોશિશ કરશે તો પીડીપી કેન્દ્ર સરકારનો સાથ છોડશે. મહેબૂબા મુફ્તીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે, આર્ટિકલ ૩૭૦માં કોઈપણ કાળે ફેરફાર કરવામાં આવશે. અને આ ફેરફાર કરવા માટે અમારી સરકાર પ્રતિબંધ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY