આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે નર્મદામાં મહિલા અભયમ 181 ટીમનું ઉમદા કાર્ય 

0
212

નર્મદા જિલ્લામાં મહિલા અભયમ 181 ની ટીમને છેલ્લા એક વર્ષમાં 3689 કોલ આવતા ટીમ મદદ માટે દોડી જેમાં ઘરેલુ હિંસા -1027 કેસો, કેફી પદાર્થ સેવનથી મહિલા પર અત્યારચા ના 454 અન્ય ઝગડા 2,208 જેટલા મહિલા અત્યાચાર ના અન્ય બનાવોનો શાંતિપૂર્ણ નિકાલ થયો 

રાજપીપળા : આજે 8 માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ જેની મહિલા સંઘઠનો અને મહિલા સંઘઠનો પર કામ કરતી એજન્સીઓ ઉજવણી કરે છે પરંતુ આજે નર્મદા જિલ્લામાં માત્ર મહિલાઓની સુરક્ષા માટે એકદમ ઉમદા કામ કર્યું હોય એવું એક વિભાગ છે જે 181 મહિલા અભયમ હેલ્પલાઇન છે જેમાં નર્મદા અભયમની ટીમમા જિલ્લામાંથી 3689 કોલ નોંધાયા, જેમાં ઘરેલુ હિંસા -1027 કેસો, કેફી પદાર્થ સેવનથી મહિલા પર અત્યારચા ના 454 અન્ય ઝગડા 2,208 જેટલા મહિલા અત્યારચાર ના અન્ય બનાવો બન્યા પણ નર્મદા ની ટીમે મહિલાને પ્રાધાન્ય આપી તમામ કેશોમાં સમજૂતી કરી મહિલાની ભૂલ હોય ત્યાં મહિલાને ોટેકશન આપીને સમજાવી સુધારી ઉમદા કાર્ય કર્યું હતું . આમ આજના દિવસે આ ટીમની કામગીરી ને બિરદાવી જરૂરી બની જાય છે.

આજે નારી તું નારાયણી ની અનેક વાતો સંભળાતી હશે પણ જયારે ગ્રામ્ય કક્ષાએ જોઈએ તો હજુ પણ દેશમાં પરંપરાઓ નીચે મહિલા દબાયેલી છે, પતિના વ્યસનોમાં દબાયેલી છે , પારિવારિક ઝગડામાં અટવાયેલી છે, આજે પણ દહેજ થી લઈને માનસિક શારીરિક ત્રાસમાં મહિલા ફસાયેલી છે ત્યારે તેમના ઘરે જઈને પરિવારને સમજાવી મહિલાઓને સમજાવી સમસ્યા દૂર કરી ફરી ઘર વસાવવું ઘણું અઘરું કામ છે ત્યારે તમામ ક્ષેત્રમાં નર્મદા જિલ્લાની અભયમ 181 ની ટીમે ઉમદા કામ કર્યું છે જે ખરેખર સરાહનીય છે.

અભયમ 181 ના ચીફ ઓપરેટિંગ ઓફિસર યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો આદિવસી જિલ્લો છે જેમાં સામાજિક રીત રિવાજો થી લઇ અનેક બદલાવો જોયા પણ અમે ટીમવર્ક થી કામ કર્યું જિલ્લાની 1 લાખ થી વધુ મહિલાઓને જાગૃતિ માટે માર્ગદર્શન આપ્યું, અને જેટલા પણ કેશો આવ્યા જેને એકદમ શાંતિપૂર્ણ રીતે હેન્ડલ કરી તમામમાં પરિવાર માં માન રહે ઝઘડો ખતમ થાય એવી રીતે આયોજન કરી શાંતિથી કેશો હેન્ડલ કર્યા જેમાં આખા વર્ષમાં 3689 જેટલા કેશો માં કાઉન્સેલિંગ કરી સમાધાન કરાયું છે..

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY