જંબુસર ડિવિઝનના જંબુસર, આમોદ, કાવી, વેડચ પો.સ્ટેના વિદેશી
દારૂની બોટલો નંગ-૨૦,૭૨૮ કિ.રૂ. ૪૦,૪૬,૩૪૦/- નો મુદ્દામાલ નાશ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા નાઓની સુચનાથી આજરોજ સબ ડિવિજનલ મેજીસ્ટ્રેટ એ.કે.કલસરીયા જંબુસર તથા બી.કે.પટેલ ઇન્સ. પ્રોહી અને એક્સાઇઝ ભરૂચ તથા એ.જી. ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક સા. જંબુસર તથા પો.સ.ઇ આમોદ, વેડૅચ, કાવી તેમજ પો.ઇન્સ જંબુસર નાઓની હાજરીમાં સબ ડિવિઝનલ મેજી જબુસર નાઓના હુકમ આધારે જ્યુ.ફ.ક.મેજી.જંબુસર તથા આમોદ કોર્ટના હુકમો આધારે આજરોજ તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ ઉપરોક્ત પો.સ્ટેના કુલ ૩૬ ગુનાઓનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ ૨૦,૭૨૮ કરિ.રૂ ૪૦,૪૬,૩૪૦/- ના મુદ્દામાલ આમોદ-નાહિયેર રોડ ઉપર આવેલ રેવા સુગર કંપનેની પડતર જગ્યામાં જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે રોલર ફેરવી સંપુર્ણપણે વિદેશી દારૂનો જથ્થો વિધિવત કાર્યવાહી કરી નાશ કરવામાં આવેલ છે. જે બદલ સબ. ડિવિ. મેજી. જંબુસર નાઓના રૂબરૂનુ પંચનામું તા. ૦૭/૦૩/૨૦૧૯ ના કલાક ૧૨/૧૫ થી કલાક ૧૪/૨૫ સુધીનુ કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





