સુરત ખાતે બનેલી આગની દુર્ઘટના બાદ નર્મદા જિલ્લા સેવાસદન બિલ્ડીંગમાં અગ્નિ શામક બોટલો વધારાયા

0
9

આમ તો નર્મદા જિલ્લામાં દરેક સરકારી કચેરી કે ખાનગી એકમોમાં ફાયર સેફટી બાબતે કોઈ ખાસ વ્યવ્થા ન હતી પરંતુ સુરતની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું અને નવા અગ્નિ શામક બોટલો લગાડ્યા 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ફાયર સેફટી ના નિયમો બાબતે સરકારી કે ખાનગી દરેક કચેરીઓ સહિતના એકમો કુંભકરણની નિંદ્રામાં હતા પરંતુ સુરતની દુર્ઘટના બાદ નમદા જીલ્લા વહીવટી તંત્રએ હાલમાં આળસ ખંખેરી હોય એમ લાગે છે.

સુરતમાં બનેલી દુર્ઘટનામાં કેટલાય બાળકોના જીવ હોમાયા બાદ ગુજરાતભરમાં લોકોની ઊંઘ ઉડી હતી ત્યારબાદ ઉપરથી કડક આદેશ અપાયા જેમાં નર્મદા જિલ્લામાં રાજપીપળા નગર પાલિકા દ્વારા અનેક ઠેકાણે ચેકીંગ હાથ ધરાયુ અને ફાયર સેફટીના નિયમોનું પાલન કરવા તમામ ધંધે લાગ્યા બાદ નમદા જિલ્લા સેવાસદન કચેરીમાં પણ હાલ અગ્નિ શામક બોટલોની સંખ્યા વધારવામાં આવી હતી, અત્યાર સુધી કલેક્ટર કચેરીની બિલ્ડિંગમાં આવેલી કચેરીઓમાં અમુકજ ઠેકાણે અગ્નિ શામક બોટલો લાગ્યા હતા પરંતુ હાલ એમાં વધારો કરાયો હોય તંત્ર જો આવી બાબત કોઈ દુર્ઘટના બન્યા બાદ ગંભીરતાથી લેતું હોય તો અન્ય એકમો પાસે એ શું કાયદાનું પાલન કરાવશે…? ખેર મોડું મોડું પણ વહીવટી તંત્ર ફાયર સેફટી માટે વધુ સજ્જ થયું તો ખરું હાલ જિલ્લા સેવા સદનની દરેક કચેરી ,લોબી બહાર નવા અગ્નિ શામક બોટલો લગાડવામાં આવ્યા છે.ગુજરાત સરકાર ગમે તેવા નિયમો બનાવે પરંતુ પહેલા પોતાના સરકારી તંત્ર પાસે આ કાયદાનું પાલન કરાવે અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની આવી ગંભીર બાબતે લાલીયાવાડી ન કરે તેની તકેદારી રાખે ત્યારબાદ અન્ય પાસે કડક પાલન કરાવે એ જરૂરી છે.

જોકે આ બાબતે તંત્રના ડે.મામલતદાર સાથે વાત કરી જાણવા પ્રયાસ કર્યો કે જિલ્લા સેવા સદનમાં કેટલા નવા અગ્નિ શામક બોટલો લાગ્યા ત્યારે તેમને જણાવ્યું કે આ કામગીરી આર & બી ના અંડરમાં આવે છે મને ખ્યાલ નથી માટે ત્યાં પૂછો પરંતુ આર & બી નો લેન્ડ લાઈન નંબર કોઈ ઉપાડતું ન હોય પરફેક્ટ આંકડો મળી શક્યો નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY