પોલીસના ડરે જુગારનો વેપલો ચલાવતા લોકો નવા નવા પેતરા અજમાવી જુગાર રમવા સક્રિય હોય પોલીસ આવા તત્વો પકડવા સક્રિય થઈ છે .
રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કોયારી ગામમાં આવેલ ખેતરના શેઢા ઉપર સમડીના ઝાડ નીચે મોબાઇલની બેટરીના અજવાળે પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમાડતા તત્વોને પોલીસે રેડ કરી ઝડપી પાડ્યા હતા
કોયારી ગામના એક ખેતરમાં કેટલાક વ્યતિઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા તિલકવાડા પોલીસે રેડ કરતા નાસભાગ મચી ગઈ હતી જેમાં જુગાર રમતા અને રમાડતા લોકો પૈકી (૧)સુરેશ અરખમભાઇ તડવી (૨)ગોવિંદ મગનભાઇ બારીયા (૩)સુરેશ સોમાભાઇ બારીયા (૪)અક્ષય અશોકભાઇ તડવી તમામ રહે- કોયારી તા-તિલકવાડા રેડ દરમિયાન પકડાઈ ગયા હતા જયારે (૫)આસિફખા આજમખાં દિવાન રહે-ઉચાદ તા-તિલકવાડા પોલીસને ચકમો આપી નાસી ગયો હતો તેમની પાસે દાવ ઉપરના રૂ.૯૫૫૦/- તથા અંગ ઝડતીના રૂ.૧૪૦૦૦/- કુલ્લે રૂ.૨૩૫૫૦/- તથા મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ્લે રૂ.૨૪૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી બાદ ફરાર આસિફખા દીવાનની શોધખોળ શરુ કરી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



