સુરત જીલ્લાના માંડવી ખાતેથી ડી.જી.વી.સી.એલ કંપનીના ચોરાયેલ વીજ લાઇનના તાર તથા એંગલો સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
41

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના તરફથી જીલ્લામા બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન માંડવા ખાતે આવેલ નર્મદા કેબલ બ્રીજના ટોલ પ્લાઝા ખાતે વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક શંકાસ્પદ મહીન્દ્રા કંપનીના ટેમ્પા નં-6)-01-1-4971 સાથે(૧) કનૈયાલાલ અંબાલાલ મીઠાલાલ કુમાવત રહે-હાલ-છારોડી ગામ,તલાવડી પાસે, રાયમલભાઇ ભરવાડની રૂમમા ભાડેથી,તા.જી-અમદાવાદ મુળ રહે- સુરાસ કા ખેડા તા-રાયપુર જી-ભીલવાડા (રાજસ્થાન) તથા (૨)હીરાલાલ અંબાલાલ દોલતરામ ઘાંચી રહે-હાલ-રાણીપ ગામ, બળીયાદેવ મંદિર ની સામે,પાણીની ટાંકીની બાજુમા,ભાડાની રૂમમા, અમદાવાદ મુળ રહે-બબરાણા તા-ભોપાલસાગર જી-ચિતૌડગઢ (રાજસ્થાન) નાઓને રોકી લઇ તેઓના કબ્જાના ટેમ્પામા તપાસ કરતા પ્લા.ના ભંગાર ના કોથળાઓ નીચે સંતાડી ને લઇ જવાતો મુદ્દામાલ જેમા વીજ લાઇનમા વપરાતા નવા એલ્યુમિનિયમના તારના ગુંચળા કુલ-૪૦૦ કી.ગ્રા.વજનના કી.રૂ.૪૦,૦૦૦/- ના તથા વીજ થાંભલાઓ ઉપર લગાવવામા આવતી અલગ-અલગ સાઇઝની એંગલો જેના ઉપરનો માર્કો હોય જે એંગલો તથા લોખંડના સળીયાઓ ફુલ-૫૦૦ કી.ગ્રા વજનના કી.રૂ. ૧૦,૦૦૦/- ના તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૦૬,૭૩,૦૦૦/- નો મુદ્દામાલ કોઇ બિલ કે આધાર પુરાવા વગરનો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામા આવેલ અને વધુ તપાસ કરતા ઉપરોકત મુદ્દામાલ સુરત જીલ્લાના માંડવી તાલુકાના જાબ ગામેથી DGVCL કંપનીના ગોડાઉન માંથી ચોરી થયેલ હોવાનુ જણાયેલ જે બાબતે સુરત જીલ્લાના માંડવી પો.સ્ટે.મા ગુ.ર.નં- । ૩૩/૨૦૧૯ ઇ.પી.કો.ક- ૩૭૯ મુજબનો ગુનો રજી.કરવામા આવેલ હોય જે ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY