શ્રીનગર,તા.૧૪
સુરક્ષા દળોએ રવિવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદીના છૂપાવાના ગુપ્ત આશ્રયસ્થાનનો પર્દાફાશ કર્યો હતો. આ સ્થળેથી મોટાપાયે ગેરકાયદે સામગ્રી પણ મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચોક્કસ માહિતીના આધારે સુરક્ષાદળો અને પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં દક્ષિણ કાશ્મીરમાં પુલવામાં જિલ્લાના કોઈલ વિસ્તારમાં મંડુઆ ગામમાં તપાસ કરી હતી. તપાસમાં આતંકીઓને છૂપાવવા માટેનું એક ઠેકાણું મળી આવ્યું હતું. આ ઉપરાંત મોટાપાયે હથિયારો અને પ્રતિબંધિત સામગ્રી પણ મળી હતી.
પોલીસ અધિકારીને મતે આ બાબતે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમજ ગેરકાયદે સામાનને જપ્ત કરી લેવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું. પુલવામામાં આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીના આતંકવાદીએ એક વિસ્ફોટક સાથેની કારને સીઆરપીએફના કાફલા સાથે ટકરાવતા ૪૦ જવાનો શહીદ થયા હતા. આ ઘટનાને લઈને દેશમાં ઉગ્ર રોષ જાવા મળ્યો હતો. રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક દ્વારા આતંકી ઠેકાણને નષ્ટ કર્યા હતા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે અઘોષિત યુદ્ધની સ્થિતિ જાવા મળી હતી. જા કે પુલવામા સહિત જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના મનસૂબાઓ નિષ્ફળ બનાવવા સેનાના જવાનો તમામ પ્રયાસો કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




