એક તરફ મધ્યાહન ભોજન માં ગોટાળા સાથે અધિકારીઓ ને ઘીકેળાં ની બૂમો છે ત્યારે

0
221

મધ્યાહન ભોજન ના કર્મચારીઓ ને છ મહિના થી પગાર ના ફાંફા પડતા પરિવાર નું ગુજરાન ચલાવવુ મુશ્કેલ

નર્મદા જિલ્લા માં મધ્યાહન ભોજન ના કર્મચારીઓ ને મળતો મામૂલી પગાર પણ નિયમિત ન મળતા કપરી હાલત

રાજપીપળા : નર્મદા જિલ્લા માં એક તરફ છાસવારે મધ્યાહન ભોજન માં સડેલું અનાજ સહીત ની ઘણી ફરિયાદો સામે આવે છે ત્યારે પુરવઠા ખાતા ના અધિકારીઓ ને એક તરફ ઘીકેળાં ની વાત પણ વારંવાર ચર્ચા માં રહી છે ત્યારે બીજી તરફ વારંવાર મધ્યાહન ભોજન માં ખાસ કામગીરી કરતા વ્યવસ્થાપકો ,રસોઈયા અને મદદનીશો ને પગાર માટે વલખા મારવા પડે છે ત્યારે મહત્વની બાબત એ છે કે મામૂલી 1400 થી 1600 રૂપિયા વચ્ચે ના માસિક પગાર માં પરિવાર માટે પેટિયું રડતા આ ગરીબ વર્કરો પાસે કેટલાક ખાતાના વ્યક્તિઓ કમિશન ના નામે પૈસા પણ ઉઘરાવતા હોવાની બૂમ છે તેમાં પણ મેહનત કરતા કર્મચારી ને છ છ મહિના સુધી પગાર ન મળે તો શું હાલત થાય એતો એમનેજ ખબર હોય બાકી મોટી સરકારી ગાડીયો માં ફરતા અને એ સી ચેમ્બરો માં બેસતા અધિકારીઓ ને તો ઘીકેળાં જ હોય છે માટે સરકાર આવા નાના કર્મચારીઓ ની તરફ જોઈ વહેલી તકે પગાર મળે એ બાબતે કડક વલણ અપનાવે એ જરૂરી છે

જોકે વારંવાર મોડા થતા પગાર માટે અધિકારીઓ પાસે હંમેશા એકજ જવાબ મળે છે કે ઉપર થી ગ્રાન્ટ ન આવતા પગાર નથી થયા ત્યારે આજ અધિકારીઓ કેમ સમયસર ગ્રાન્ટ મળે એ બાબતે પોતાની જવાબદારી સાંભળતા નથી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY