ડાંગ જિલ્લામાંથી માતા અને બાળ મૃત્યુદર ધટાડવા તથા કુપોષણને નાથવા માટે પાયાકિય કામગીરી માટે સંકળાયેલા આરોગ્યકર્મીઓને સંવેદનશીલતા સાથે પ્રોત્સાહિત કરવાનો અનુરોધ કરતા ડાંગના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે, જિલ્લામાં ખાલી રહેલી તબીબી અધિકારીઓ સહિત તજજ્ઞોની જગ્યાઓ ભરવા બાબતે સરકાર ચિંતિત છે તેમ જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગની એક અગત્યની બેઠકને સંબોધતા મંત્રીશ્રીએ સગર્ભા અને ધાત્રી માતાઓના સતત મોનિટરિંગ સાથે, તેની સારસંભાળ બાબતે તકેદારી દાખવવાની હિમાયત કરી પ્રજાજનોને, પદાધિકારીઓના સહયોગથી જુદી જુદી આરોગ્યલક્ષી સેવાઓ, કાર્યક્રમોની જાણકારી આપવાની પણ અપીલ કરી હતી.
આહવા ખાતે યોજાયેલી આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધતા મંત્રીશ્રીએ સરહદી અને અંતરિયાળ વિસ્તારમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવા બાબતે કાળજી લેવા પણ જણાવ્યું હતું.
જિલ્લાની આરોગ્યલક્ષી પરિસ્થિતિનો ચિતાર રજુ કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ જિલ્લામાં હાથ ધરાયેલી કામગીરીથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. તબીબી અધિકારીઓની ધટને કારણે આરોગ્ય સેવાઓ ઉપર થઇ રહેલી વિપરીત અસરનો ખ્યાલ આપી ડૉ.મહેતાએ એમ.આર. રસિકરણની કામગીરીમાં ડાંગ જિલ્લો સમગ્ર રાજ્યમાં અવ્વલ રહેવા પામ્યો છે તેમ જણાવ્યું હતું.
ડાંગના પ્રજાજનોનાં સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા એક્શન પ્લાનનો ખ્યાલ આપી કલેક્ટર શ્રી બી.કે.કુમારે જિલ્લામાં આરોગ્યક્ષેત્રે જરૂરી સુવિધાો તથા તબીબોની જરૂરિયાતથી મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ જિલ્લામાં કાર્યરત દસ પી.એચ.સી./૬૮ સબ સેન્ટરો સહિત ઉપલબ્ધ તબીબી સેવાઓ જેવા મુદૃે પ્રકાશ પાડયો હતો.
કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, ઉપપ્રમુખ શ્રી હરેશ બચ્છાવ, સામાજિક કાર્યકર શ્રી બાબુરાવ ચૌર્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી શ્વેતા શ્રીમાળી, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગિ્નશ્વર વ્યાસ અને દેવેન્દ્રકુમાર ત્રિવેદી સહિત જિલ્લાના ઉચ્ચ, વરિષ્ઠ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



