નર્મદામાં આકરી ગરમીમાં ચપ્પલ વિના ફરતા બાળકો માટે સેવાકાર્ય કરતા મહેન્દ્રભાઈની સેવા કાબિલેતારીફ 

0
139

રાજપીપળા : નર્મદા જિલ્લા માં વારંવાર સેવાકાર્ય કરતા માંગરોળના મહેન્દ્રભાઈ પ્રજાપતિ ની એક બાદ એક ઉમદા કામગીરી ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ કહી શકાય ત્યારે અગાઉ પ્લાસ્ટિક થેલી નો ઉપયોગ ન કરી કાપડ ની થેલીઓ ની મફત વેચણી કરી પ્રદુશન અટકાવવા માટે લોક જાગૃતિ માટે નામના મેળવી ૂકેલા મેન્દ્રભાઈ હાલ ઉનાળા ની આકરી ગરમીમાં બાળકો ને મફત ચપ્પલ આપી ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે.

હાલ ઉનાળાની આકરી ગરમીમાં જ્યારે બપોરે આપણે સામાન્ય તાપમાં બહાર નીકળવાનું ટાળીયે છે ત્યારે નર્મદા જિલ્લાના ઘણા પછાત જિલ્લાના ગરીબ બાળકો એવા પણ છે જે પોતે પગરખાં પણ ખરીદી શકતા નથી, તો એવું વિચારીએ કે આટલા આકરા તાપમાં વિના પગરખાં પહેરી ચાલતા તેઓનું શું થતું હશે ત્યારે તેમની ચિંતા કરતા આ સેવાભાવી મહેન્દ્રભાઈ એ આવા વિના ચંપલે ફરતા બાળકોની મદદનું બીડું ઝડપ્યું છે તેઓ ગામડે ગામડે ફરી ગરીબ બાળકોને શોધીને તેઓને વિનામૂલ્યે ચપ્પલ પહેરાવી રહ્યા છે જેનાથી ગરીબ બાળકોને ગરમીથી રાહત મળી રહી છે.

મહેન્દ્રભાઈ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં આવું માનવતા મહેકાવતું કામ કરે છે ગરીબોને આકરા તાપથી બચવા માટે સેવાભાવી પ્રવૃત્તિ કરી રહ્યા છે જેનાથી ગરીબ બાળકોને ઘણી રાહત મળી છે.

આજદિન સુધી તેઓએ નર્મદાના ગામડાઓમાં ફરી અનેક ગરીબ આદિવાસી બાળકોને ચપ્પલ પહેરાવ્યા છે મહેન્દ્રભાઈ ગરીબ લોકોને ચપ્પલ પહેરાવી પગરખાંની પ્યાસ બુજાવતા હોવાથી આ સેવાને લોકોએ “ચપ્પલની પરબ” એવું નામ પણ આપ્યું છે અને ખરેખર એ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY