ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજરોજ વિનામૂલ્ય ચકલી ઘર તેમજ પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પક્ષીઓ ને પીવા માટે પાણી ની વ્યવસ્થા થાય તેમજ ચકલી એક એવું પક્ષી છે કે જે ગમે ત્યાં પોતાનો માળો બાંધી શકતો નથી. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે #વિનામૂલ્યે_ચકલી_ઘર_તેમજ_પીવાના_પાણીના_કુંડાનું_વિતરણ કરવામાં આવ્યું આ આયોજન અંતર્ગત હળવદની પ્રકૃતિપ્રેમી જનતા ઉમટી પડી હતી અને ફક્ત બે કલાકની અંદર 400 નંગ પીવાના પાણીના કુંડા તેમજ પાંચસો નંગ ચકલી ઘર નો વિનામૂલ્યે વિતરણ થઇ ગયું.
આ પ્રોજેક્ટમાં ચકલી ઘર ના #દાતા_વાલજીભાઈ_પટેલ રહ્યા હતા. તેમજ #પીવાના_પાણી_ના_કુંડા_ના_દાતા ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ દ્વારા ખર્ચો ઉઠાવવામાં આવ્યો હતો
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના દિવ્યાંગ શેઠ,
વિશાલ જયસ્વાલ તેમજ સાથી સભ્યો બીપીનભાઈ કાપડિયા, મયુરભાઈ ગાંધી, સની ભાઈ ચૌહાણ, ઘનશ્યામ બારોટ, મયુર ભાઈ, પ્રિયેશ શેઠ, અજજુ ભાઈ , કાળુ ભાઈ વગેરે હાજરી આપી હતી.
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



