ગરુડેશ્વરના ગભાણા ગામના ખેડૂતને બીજાને મદદ કરવી ભારે પડી 

0
19

અજાણ્યા વ્યક્તિની ગાડીમાં પેટ્રોલ ખલાસ થતા પોતાની ગાડી આપી એ લઇ અજાણ્યો વ્યક્તિ ફરાર 

પેટ્રોલ ખતમ થયેલી ગાડી ખેડૂત પાસે મૂકી ગયો એ પણ ચોરીની હોવાનું માલુમ પડ્યું 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ખેડૂતને અજાણ્યા વ્યક્તિને મદદરૂપ થવું ભારે પડ્યું હોવાની એક અજીબ ઘટના કેવડિયા પોલીસ મથકે નોંધાઈ છે.

ગભાણા ગામના ખેડૂત અશ્વિન રામજીભાઈ તડવી પાસે ગત તારીખ 15 એપ્રિલે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેમને વિશ્વાસમા લઇ અજાણ્યા વ્યક્તિએ તેની એક્ટીવા નં જી.જે ૧૬ સી.સી ૬૮૯૩ ગાડી અશ્વિનભાઈના ઘરે મુકી જણાવ્યું કે મારી ગાડીમાં પેટ્રોલ ખલાસ થયું છે તો મારી ગાડી અહીં મૂકી જાવ છું અને તમારી ગાડી મને આપો હું પેટ્રોલ લઈ આવું છું તેમ જણાવતા અશ્વિનભાઈ એ કોઈ અજાણ્યાની મદદ માટે હા કહી જેથી પેલો વ્યક્તિ તેમની ગાડી નં જી જે ૨૨ એલ ૩૧૯૭ ગાડી જેની કિ.રૂ. ૩૦.૦૦૦/- તથા તથા એક સાદો મોબાઇલ જેની કી.રૂ.૫૦૦/- મળી કુલ કી.રૂ.૩૦.૫૦૦/- લઇ જતો રહ્યો પરંતુ ઘણો સમય થવા છતાં એ પરત ન આવતા અશ્વિનભાઈ એ ઘણી તપાસ કરી તો પણ ન આવતા એ છેતરાયા હોવાનું લાગતા તેમણે આ બાબતે કેવડિયા પો.સ્ટે.માં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અજાણ્યો વ્યક્તિ જે ગાડી મૂકી ગયો હતો એ ગત અઠવાડિયે અંકલેશ્વર થી ચોરાયેલી હતી ત્યાર બાદ પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરુ કરી છે .તપાસ કેવડિયા પીએસઆઇ એ આર ડામોર કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY