સાગબારાથી લગ્નમાં જતા ત્રણ મિત્રોની બાઈકને ટ્રકે ટક્કર મારતા ત્રણેયનું મોત

0
38

સાગબારાના અમીયાર ગામથી ત્રણ મિત્રો નજીકના ગાં લગ્નાં જતા હાઇવે માર્ગ પર સામેથી આવતી ટ્રકે અડફેટે લેતા ત્રણના મોત નિપજાવી ટ્રક ચાલાક ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો .

રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અમીયાર ગામના લગ્નમાં જઈ રહેલા ત્રણ મિત્રો ની બાઈકને અકસમાત થતા ત્રણેયનું મોત થયું હતું .

પ્રાપ્ત માહિતી અનુસાર અમીયાર ગામના(૧) યોગેશભાઈ ગુલાબભાઈ વસાવા (ર) રણજીતભાઈ રાઘીયાભાઈ વસાવા (૩) પ્રકાશભાઈ ગીમ્બાભાઈ વસાવા ગતરોજ નજીકના ગામમાં એક લગ્ન પ્રસંગમાં નીકળ્યા હતા ત્યારે અમીયાર હાઈવે ઉપર સામેથી પુરપાટ આવતી અશોક લેલન ટ્રક નંબર GJ-10-TV- 4742 ના ચાલકે તેની ટ્રક ડેડીયાપાડા તરફથી પુર ઝડપે હંકારી લાવી સામેથી સાગબારા તરફથી આવતી હોંડા સાઈન મો.સા નંબર GJ-16-BC-8125 ને એકસીડન્ટ કરી મો.સા.સવાર યોગેશભાઈ ગુલાબભાઈ વસાવા તથા રણજીતભાઈ રાઘીયાભાઈ વસાવાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તેમજ પ્રકાશભાઈ ગીમ્બાભાઈ વસાવાને જમણાપગે ઘુંટણના ભાગે પગ ભાંગી નાખી તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી સારવાર માટે દવાખાને લઈ જતા જે રસ્તામાં મરણ જતા અશોક લેલન ટ્રકના ચાલકે પોતાની ટ્રકને સ્થળ ઉપર મુકી નાસી જતા આ બાબતે સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY